જુનાગઢમાં પેટ્રોલ પંપ પર લાગી વાહનોની કતારો, ડીઝલનો જથ્થો ખૂટી જતા વાહનચાલકોમાં રોષ- Video
જુનાગઢ સહિત રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી રહી છે. જુનાગઢના પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને ડીઝલનો જથ્થો ખૂટી જતાં વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. કેટલાક પંપો પર ઇંધણ રેશનિંગ પણ શરૂ કરાયું છે. આ કટોકટીની સીધી અસર રોજ કમાતા શ્રમિકો અને રિક્ષાચાલકો પર પડી રહી છે, જેઓ પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
રાજ્યમાં ફરી એક બાદ એક શહેરમાંથી પેટ્રોલ ડીઝલની અછતના દૃશ્યો સામે આવી રહ્યા છે. જુનાગઢ શહેરમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા. પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી. શહેરના અનેક પેટ્રોલ પંપ એવા છે જ્યા પેટ્રોલનો જથ્થો ખતમ થઈ ગયો છે જેના કારણે લોકોમાં પેનીકની સ્થિતિ જોવા મળી. સ્થાનિક પેટ્રોલ પંપના જણાવ્યા અનુસાર આસપાસના અન્ય પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો બિલકુલ ખૂટી ગયો હોવાથી જે પંપ પર ચાલુ છે ત્યાં ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયા બાદ પણ પૂરતો જથ્થો ન મળતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.
સ્થાનિક પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા અનુસાર આસપાસના અન્ય પંપો પર ડીઝલનો જથ્થો બિલકુલ ખૂટી ગયો હોવાથી જે પંપ ચાલુ છે ત્યાં ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. જેથી પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પંપ સંચાલકોએ ફોર-વ્હીલરમાં માત્ર એક હજાર અને રિક્ષા જેવા નાના વાહનોને માત્ર 500નું ઈંધણ આપવાનું શરૂ કર્યુ.
પેટ્રોલપંપના સંચાલકના જણાવ્યા મુજબ હાલ તો ડીઝલનો પૂરતો જથ્થો છે પરંતુ અન્ય પેટ્રોલ પંપ પર ડીઝલ ન હોવાથી લોકોનો ધસારો વધ્યો છે. હાલ તો તેમની પાસે 10 હજાર લીટરનો જથ્થો છે. છતા હાલ જે પ્રકારને લોકોની લાઈનો લાગી છે તેને જોતા આ જથ્થો વહેલો ખૂટી જાય તેવુ લાગી રહ્યુ છે ત્યારે લોકોને શાંતિથી અને સાવચેતી સાથે ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.
બીજી તરફ, આ અછતની સીધી અસર સામાન્ય નાગરિકો અને રોજબરોજ કમાઈને ખાતા શ્રમિક વર્ગ પર પડી રહી છે. રિક્ષા ચાલકોના મતે લાઈનમાં ઉભા રહેવા છતા ડીઝલ મળતું નથી. આવામાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પણ એક સવાલ છે.
ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
