AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD, મ્યુચ્યુઅલ ફંડ કે સોનું… ‘₹5 લાખ’ પર 5 વર્ષમાં ક્યાં મળશે સૌથી ‘વધુ રિટર્ન’? સમજો ‘આખું ગણિત’

જો તમારી પાસે ₹5 લાખ હોય અને 5 વર્ષ માટે રોકવા હોય, તો શેમાં રોકશો? FD, મ્યુચ્યુઅલ ફંડ કે સોનું? આ ત્રણેયમાંથી કયો વિકલ્પ તમારા શ્રેષ્ઠ છે અને શેમાં વધુ રિટર્ન મળી શકે છે?

| Updated on: May 19, 2026 | 7:44 PM
Share
પોતાની મહેનતની કમાણીને સાચી જગ્યાએ રોકવી ખૂબ જ જરૂરી છે, જેથી સમયની સાથે તેનું મૂલ્ય વધી શકે. ભારતમાં પરંપરાગત રીતે ફિક્સ્ડ ડિપોઝિટ (FD), મ્યુચ્યુઅલ ફંડ અને સોનું રોકાણકારોના સૌથી મનપસંદ વિકલ્પો રહ્યા છે. એવામાં મોટાભાગના લોકો એ મૂંઝવણમાં રહે છે કે, ₹5 લાખની લમ્પસમ રકમને 5 વર્ષ માટે ક્યાં લગાવવી? ક્યાં સૌથી વધુ અને સારું રિટર્ન મેળવી શકાય? આર્થિક નિષ્ણાતોના મતે, આ ત્રણેય વિકલ્પોની પોતાની અલગ-અલગ વિશેષતાઓ અને જોખમો છે, જેને સમજીને જ રોકાણનો અંતિમ નિર્ણય લેવો જોઈએ.

1 / 6
રોકાણ કરતા પહેલાં એ જાણી લો કે, દરેક રોકાણની પોતાની અલગ વિશેષતા અને ફાયદા હોય છે. FDને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, કારણ કે તેમાં નક્કી કરેલું વ્યાજ મળે છે અને જોખમ પણ ખૂબ ઓછું હોય છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ બજાર સાથે જોડાયેલ હોય છે અને લાંબાગાળે વધુ સારું રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય સોનાને આર્થિક અનિશ્ચિતતા અને મોંઘવારીના સમયમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

2 / 6
જો તમારો મૂળ મંત્ર 'સુરક્ષા સૌથી પહેલાં' છે, તો બેંક એફડી તમારા માટે સૌથી યોગ્ય વિકલ્પ છે. તેમાં બજારના ઉતાર-ચઢાવની કોઈ અસર થતી નથી અને તમને નક્કી કરેલા સમયે ફિક્સ્ડ વ્યાજ મળે છે. જો તમે ₹5 લાખની એફડી 6.5% વાર્ષિક વ્યાજ દર પર 5 વર્ષ માટે કરો છો, તો તમને અંદાજે ₹1,90,210 નું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમારી કુલ રકમ ₹6,90,210 થઈ જશે. આ એવા લોકો માટે યોગ્ય છે કે, જેઓ જોખમ લીધા વિના એક ચોક્કસ રિટર્ન ઈચ્છે છે.

3 / 6
10 શેર બન્યા ટોપ ગેઈનર્સ : શેરબજારમાં જોરદાર તેજી વચ્ચે, ટોચના પ્રદર્શન કરનારા શેરો પર એક નજર નાખતા જાણવા મળે છે કે BSE લાર્જ-કેપ કેટેગરીમાં M&M (2.90% વધ્યો), HDFC બેંક (2.30% વધ્યો), અને ઇન્ડિગો (2.10% વધ્યો) સહિત શેરો મજબૂત વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, મિડ-કેપ સેગમેન્ટમાં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (4.20% વધ્યો), અશોક લેલેન્ડ (3.60% વધ્યો), અને AU બેંક (2.30% વધ્યો) જેવા શેરો નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

4 / 6
'સોનું' આર્થિક સંકટના સમયે એક ઢાલ માનવામાં આવે છે. એવામાં જ્યારે પણ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી, યુદ્ધ કે અનિશ્ચિતતાનો માહોલ બને છે, ત્યારે સોનાની ચમક વધુ વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ આનો પુરાવો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં સોનાનો ભાવ ₹50,000 પ્રતિ 10 ગ્રામથી ઉછળીને ₹1,50,000 થઈ ગયો છે. આનો અર્થ એ છે કે, પાંચ વર્ષ પહેલા સોનામાં રોકેલા 5 લાખ અત્યારે 15 લાખ રૂપિયા થઈ ચૂક્યા છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, આવું જબરદસ્ત રિટર્ન આગળ પણ મળે તેની કોઈ ગેરંટી નથી. સરળ રીતે સમજીએ તો, પોર્ટફોલિયોને મજબૂતી આપવા અને મોંઘવારીને માત આપવા માટે સોનું એક ઉત્તમ વિકલ્પ છે.

5 / 6
નિષ્ણાતોનું માનવું છે કે, કોઈપણ રોકાણ પહેલાં પોતાની નાણાકીય જરૂરિયાત, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના સમયગાળાને સમજવો જરૂરી છે. જો તમે જોખમ ન ઉઠાવી શકો તો FDમાં પૈસા રોકો. જો તમે હાઈ રિટર્ન ઈચ્છો છો અને રિસ્ક લઈ શકો છો, તો 'મ્યુચ્યુઅલ ફંડ' ઉત્તમ વિકલ્પ છે. સેફ હેવન (સુરક્ષિત આશ્રયસ્થાન) તરીકે ઓળખ બનાવી ચૂકેલ સોના પર પણ તમે તમારા પોર્ટફોલિયોને ડાઇવર્સિફાય (વૈવિધ્યસભર) કરવા માટે દાવ લગાવી શકો છો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે મોટી તક ! વર્તમાન ભાવથી 46% વધી શકે છે આ ‘સ્ટોક’, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">