શું તમારે પણ સમર વેકેશનમાં Agra ફરવા માટે જવું છે ? અમદાવાદથી આ છે બેસ્ટ ટ્રેન
સમર વેકેશનમાં દરેક જગ્યાએ ફરવા જવાનું લોકોનું સપનું હોય છે અને તેમાં પણ આગરા જવાનું હોય અને તાજમહેલ ના જોઈએ તે કેમ બને! આજે તમને અહીંયા અમદાવાદથી આગરાની ટ્રેન વિશે માહિતી આપશું.

12548 - Sbib Agc Sf Exp અઠવાડિયાના 4 દિવસ SBIB (સાબરમતી) થી AGC (આગ્રા કેન્ટ) સુધી ચાલે છે. 12548 મેલ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી બપોરે 04:55 વાગ્યે ઉપડે છે અને સાંજે 07:15 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચે છે.

ટ્રેન નંબર- 12548 સાબરમતી-આગરા એક્સપ્રેસ 9 કલાક 40 મિનિટના કુલ સમયમાં મુસાફરી કરે છે અને મુસાફરી દરમિયાન 15 સ્ટેશનો પર અટકે છે. આ ટ્રેન સૌથી લાંબો સમય એટલે કે મહત્તમ 10 મિનિટ, અબુ રોડ, અજમેર જં, જયપુર ખાતે ઉભી રહે છે.

આ ટ્રેનને ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ વગેરે સ્ટેશનો પર સ્ટોપેજ આપેલા છે. આ ટ્રેન રવિ, સોમ, બુધ અને ગુરુ વારે ચાલે છે.

આ સાબરમતી-આગરા ટ્રેન અંદાજે 861 કિમીનું અંતર કાપે છે. આ રૂટ પર 2A,3A,3E,SL કેટેગરીની સીટો મળી રહે છે અને ટિકિટ બુકિંગ ગમે તે એપ પરથી થઈ શકે છે.

ixigo એપ પર, Sbib Agc Sf Exp - 12548 શેડ્યૂલ, સીટની ઉપલબ્ધતા, સમયપત્રક અને ભાડું વિશે વધુ માહિતી મેળવી શકાય છે. Sbib Agc Sf Exp માટે IRCTC ટ્રેન ટિકિટો બુક કરી શકો છો.

































































