વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આટકોટમાં મહિલા શક્તિએ ભવ્ય સામૈયું કર્યું. પરંપરાગત બાંધણીની સાડીઓમાં સજ્જ એક હજાર આઠ બહેનો-માતાઓએ માથે કળશ અને શ્રીફળ રાખીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.
1 / 6
આટકોટના આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં PMના સ્વાગત કરવા માટે મહિલાઓ આવી હતી. અલગ અલગ ગામની મહિલાઓ વિવિધ ડ્રેસ કોડમાં જોવા મળી હતી.
2 / 6
આટકોટમાં હોસ્પિટલની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળ સુધી જઈ રહ્યાં હતા. આ સમયે કતારબંધ એક હજાર આઠ બહેનો-માતાઓએ મોદીને આવકાર્યા.
3 / 6
રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.
4 / 6
વડાપ્રધાનના સભા સ્થળ પર સાધુ સંતોની હાજરી પણ જોવા મળી હતી. વડાપ્રધાનને સાંભળવા સંતો પણ હાજર રહ્યા હતા.
5 / 6
આ સ્વાગતથી ઉત્સાહિત વડાપ્રધાને સભામાં સંબોધન દરમિયાન બહેનોનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ પૂર્વે બનાસકાંઠામાં બનાસ ડેરીના એક પ્લાન્ટના ઉદઘાટન સમયે હજારો બહેનોએ ઓવારણાં લેતા વડાપ્રધાન મોદી ભાવુક બન્યા હતા.