તમે પણ ગોળ ખાવાના શોખીન છો તો ચેતી જજો, વઘુ પ્રમાણમાં સેવન કરવાથી થઈ શકે છે નુકસાન
મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવા જોઈતુ હોય છે. ખાસ કરીને ભારતમાં લોકો પોતાના ઘરમાં કંઈક ગળ્યુ બનાવીને રાખતા હોય છે.જ્યારે કેટલાક લોકો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા હોવાથી ગળ્યુ ખાવાનું ટાળે છે. તો કેટલાક લોકો શુગર અને ડાયાબિટીસને લગતી સમસ્યાઓથી બચવા માટે તેનાથી દૂર રહે છે. જો કે બીજી તરફ કેટલાક લોકો એવા છે જેમના માટે ગળ્યુ એટલુ મહત્વનું છે કે દિવસમાં એકવાર ગળ્યુ ખાઈ લે તો આખો દિવસ સારો જાય.પરંતુ દરેક વ્યક્તિ મીઠાઈ તરીકે સ્વાદિષ્ટ અને અદ્ભુત મીઠાઈઓ પર આધાર રાખી શકતી નથી. તેથી જ ભારતના દરેક ઘરમાં તમને મીઠાઈ મળે કે ન મળે પણ તમને ગોળ ચોક્કસથી મળી જાય છે.

ઘણા લોકો ગળ્યુ ખાવા માટે ગોળને સારો વિકલ્પ માને છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 100 ગ્રામ ગોળમાં લગભગ 10-15 ગ્રામ ફ્રુક્ટોઝ હોય છે. તેથી તેને દરરોજ ખાવાથી તમારી બ્લડ સુગર વધી શકે છે.

ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. જેને ગોળના રૂપમાં રિફાઇન કરીને બનાવવામાં આવે છે. પરંતુ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ઘણી હદ સુધી બિનઆરોગ્યપ્રદ છે. આવી સ્થિતિમાં જો કાચા માલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ગોળમાં બેક્ટેરિયા હોઈ શકે છે.

કુદરતી મીઠાસ તરીકે ઓળખાતા ગોળને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેનાથી ફૂડ એલર્જી થઈ શકે છે.પરંતુ ક્યારેક ગોળના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, શરદી, ઉધરસ, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તમે જોયું જ હશે કે હેલ્થ ફ્રીક લોકો એવું માનીને ગોળનું સેવન કરે છે કે તેનાથી તેમના ડાયટ પ્લાન પર કોઈ અસર નહીં થાય.ગોળ પ્રોટીન અને ચરબી તેમજ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોવાથી વજન વધી જાય છે.

ગોળ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચયાપચયને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.પરંતુ જો તમે વધુ પડતા ગોળનું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રમાં અસંતુલન થઈ શકે છે. ( pic - Freepik)
