તમે વિદેશથી કેટલી રોકડ રકમ ભારત લાવી શકો છો ? જાણો શું છે RBIનો નિયમ
વડોદરા એરપોર્ટ પરથી તાજેતરમાં ED દ્વારા એક મુસાફર પાસેથી 60 હજાર ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તમારા મનમાં સવાલ હશે કે વિદેશથી ભારત આવતી વખતે કેટલી રોકડ રકમ સાથે લાવી શકીએ છીએ. આજે અમે તમને જણાવીશું કે વિદેશથી ભારત આવતી વખતે તમે કેટલી રકમ લાવી શકો છો અને આ માટે RBIનો નિયમ શું છે.

વડોદરા એરપોર્ટ પરથી તાજેતરમાં ED દ્વારા એક મુસાફર પાસેથી 60 હજાર ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તમારા મનમાં સવાલ હશે કે વિદેશથી ભારત આવતી વખતે કેટલી રોકડ રકમ સાથે લાવી શકીએ છીએ.

RBIના નિયમ પ્રમાણે, ભારતનો કોઈ વ્યક્તિ જે ભારતની બહાર કામચલાઉ પ્રવાસ પર ગયો હોય તે ભારતની બહારના કોઈપણ સ્થળેથી (નેપાળ અને ભૂતાન સિવાય) ભારત પરત ફરતી વખતે રૂપિયા 25,000થી વધુ લાવી શકતો નથી.

જો આપણે નેપાળ અને ભૂટાનની વાત કરીએ તો ત્યાંથી પરત ફરતી વખતે કોઈ પણ વ્યક્તિ ભારત સરકારની ચલણી નોટ 100 રૂપિયાથી વધુ મૂલ્યની લાવી શકશે નહીં.

જ્યારે કોઈ વિદેશી ભારત આવે છે, ત્યારે તે જરૂરિયાત મુજબ વિદેશી ચલણ લાવી શકે છે. જો કે, ચલણી નોટ, બેંક નોટ્સ અથવા પ્રવાસીઓના ચેકના રૂપમાં વિદેશી ચલણનું કુલ મૂલ્ય 10,000 US ડોલર કે તેથી વધુ હોય તો કરન્સી ડેક્લેરેશન ફોર્મ (CDF) ભરવું પડશે.

આ ઉપરાંત ભારતથી નેપાળ અને ભૂટાન જેવા કેટલાક દેશોને બાદ કરતાં લગભગ તમામ દેશોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને પ્રતિ ટ્રીપ 3000 ડોલર સુધીનું વિદેશી ચલણ લઈ જવાની છૂટ છે.
