કાનુની સવાલ : મકાન માલિક સામે ફરિયાદ કેવી રીતે અને ક્યાં કરી શકાય ? કાયદો શું કહે છે તે જાણો
હંમેશા મકાન માલિક પોતાની મનમાની કરતા હોય છે અને ભાડુઆતને પરેશાન કરી દે છે. જો તમને પણ તમારા મકાનમાલિક ભાડું આપવા છતાં કોઈ કારણોથી પરેશાન કરી રહ્યા છે. તો તમે તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. તો ચાલો જાણીએ કે, મકાન માલિક વિરુદ્ધ તમે ક્યાં ફરિયાદ કરી શકો છો?

અમદાવાદ, વડોદરા,રાજકોટ સહિત અનેક સીટીમાં લોકો પોતાનું શહેર અને ગામડું છોડી નોકરી કરવા માટે આવતા હોય છે.ત્યારે બહારથી આવતા લોકો ભાડાના મકાનમાં રહે છે. ભાડે રહેતા લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.

કેટલાક મકાનમાલિક તો રેન્ટ એગ્રીમેન્ટમાં નક્કી કરેલા પૈસાથી વધારે ડિમાન્ડ કરતા હોય છે. તો કેટલીક વખત ફ્લેટ વેચવાના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા પછી પણ, મકાનમાલિક પોતાની વાત પાછી ખેંચી લે છે. આવા કિસ્સામાં, તમે મકાનમાલિકની મનમાની રોકવા માટે તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છો.

ઘણા શહેરોમાંથી આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જ્યાં મકાનમાલિકો ભાડૂઆતોને હેરાન કરે છે. ઘણી વખત મકાનમાલિકો ભાડા કરારમાં નક્કી કરેલા ભાડા કરતાં વધુ ભાડું માંગે છે, આવા કિસ્સામાં તમે Rent Control Act 1948 હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. જો કોઈ મકાનમાલિક જાણ કર્યા વિના ઘર ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો હોય, તો આ નિયમ હેઠળ પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

જો તમારા મકાન માલિક એગ્રીમેન્ટમાં નક્કી કરાયેલ ચાર્જથી વધુ ભાડું લે છે કે, અન્ય રીતે પરેશાન કરે છે. તો તમે આ વિશે કલેક્ટર ઓફિસમાં રેન્ટ કંટ્રોલ ડિવીઝનમાં લેખિત રુપથી ફરિયાદ કરી શકો છો. લેખિત ફરિયાદ કરતી વખતે તમારે પોતાની ઓળખ પણ બતાવવી પડશે.

બધાના મનમાં એક સવાલ એ પણ આવે છે કે, શું મકાન માલિક ઈચ્છા થાય ત્યારે ભાડુઆતને ઘર ખાલી કરાવી શકે છે. તો તમને જણાવી દઈએ કે, રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ કારણ વગર મકાનમાલિક ઘર ખાલી કરાવી શકતો નથી. ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિક ભાડુંઆતને એક નોટીસ આપે છે.

જો મકાનમાલિક તમને હેરાન કરી રહ્યો હોય, તો તમે રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકો છો.જો મકાનમાલિકે મિલકતનો બળજબરીથી કબજો લેવા જેવો ગુનો કર્યો હોય (IPC ની કલમ 441), તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો.

જો મકાનમાલિકે તમારી સાથે છેતરપિંડી કરી હોય, તો તમે વળતરની માંગણી માટે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.જો તમને કાનૂની સલાહની જરૂર હોય, તો તમે વકીલનો સંપર્ક કરી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
