AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે મોટા સમાચાર ! સોના-ચાંદીના ભાવમાં હવે અંધાધૂંધ વધઘટ પર લાગશે ‘બ્રેક’, SEBI એ લાવી દીધી ‘સેફ્ટી લિમિટ’

સેબી (SEBI) દ્વારા રોકાણકારોના હિતમાં એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે ગોલ્ડ અને સિલ્વર ETFમાં જોવા મળતી અંધાધૂંધ વધઘટ પર એકંદરે 'બ્રેક' લાગશે.

| Updated on: Feb 16, 2026 | 4:53 PM
Share
તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, બજાર નિયામક SEBI એ ગોલ્ડ અને સિલ્વર ETF માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને અચાનક થતા મોટા નુકસાનથી બચાવવા અને બજારમાં સ્થિરતા લાવવાનો છે.

1 / 8
ગયા વર્ષ 2025 થી જાન્યુઆરી 2026 ના છેલ્લા અઠવાડિયા સુધી સોના અને ચાંદીના ભાવમાં અત્યંત તીવ્ર વધઘટ જોવા મળી છે. આના કારણે ગોલ્ડ અને સિલ્વર ETF ની કિંમતોમાં પણ મોટો ફેરફાર થયો છે. આ સ્થિતિને જોતા SEBI એ ETF માટે નવા નિયમો બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 13 ફેબ્રુઆરી 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા એક 'કન્સલ્ટેશન પેપર'માં SEBI એ જણાવ્યું હતું કે, હવે ETF ની બેઝ પ્રાઇસ અને પ્રાઇસ બેન્ડની સમીક્ષા કરવામાં આવશે, જેમાં લોકો પોતાના સૂચનો આપી શકે છે.

2 / 8
SEBI દ્વારા ગોલ્ડ અને સિલ્વર ETF માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે મુજબ શરૂઆતમાં ±6% નો પ્રાઇસ બેન્ડ લાગુ કરવામાં આવશે. જો કિંમતમાં 6% નો વધારો કે ઘટાડો થાય, તો 15 મિનિટનો 'કૂલિંગ-ઓફ પીરિયડ' (વ્યાપાર પર રોક) રાખવામાં આવશે, ત્યારબાદ પ્રાઇસ બેન્ડને તબક્કાવાર 3% ના દરે વધારી શકાશે.

3 / 8
એક દિવસમાં પ્રાઇસ બેન્ડ મહત્તમ બે વાર જ વધારી શકાશે અને કુલ વધઘટની મર્યાદા ±20% થી વધુ નહીં હોય. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા સર્જાય તો એક્સચેન્જને આ સીમા તબક્કાવાર વધારવાની છૂટ પણ આપવામાં આવી છે.

4 / 8
પ્રાઇસ બેન્ડ એટલે કે કોઈ શેર અથવા ETF ની કિંમતમાં એક દિવસ દરમિયાન થતા વધારા કે ઘટાડાની એક નિર્ધારિત મર્યાદા. ઉદાહરણ તરીકે, જો કોઈ ગોલ્ડ ETF ની કિંમત ₹100 હોય અને તેના પર ±6% ની પ્રાઇસ બેન્ડ લાગુ હોય, તો તે દિવસે તેની કિંમત ₹94 થી નીચે કે ₹106 થી ઉપર જઈ શકશે નહીં.

5 / 8
જો કિંમત આ મર્યાદાને સ્પર્શે, તો ટ્રેડિંગ થોડા સમય માટે અટકાવી દેવામાં આવે છે, જેને 'કૂલિંગ-ઓફ' પીરિયડ કહેવાય છે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ નવી મર્યાદા નક્કી કરવામાં આવે છે. આ નિયમોનો મુખ્ય ફાયદો એ છે કે, તેનાથી બજારમાં આવતી અચાનક અને ભારે વધઘટને અટકાવી શકાય છે, જ્યારે કિંમતોમાં એકાએક મોટો ઉછાળો કે ઘટાડો આવે છે, ત્યારે રોકાણકારો ઘણીવાર ગભરાટમાં આવીને (Panic) ખોટા નિર્ણયો લેતા હોય છે પરંતુ આ પ્રાઇસ બેન્ડ અને કૂલિંગ-ઓફ પિરિયડ તેમને આવા ઉતાવળિયા નિર્ણયો લેતા બચાવે છે.

6 / 8
એકંદરે, આ સિસ્ટમ બજારમાં સ્થિરતા જાળવી રાખવામાં અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. રોકાણકારો માટે આનો અર્થ એ છે કે, જો આ નિયમો અમલમાં આવશે, તો ગોલ્ડ-સિલ્વર ETFમાં જોવા મળતી અચાનક અને મોટી વધઘટમાં ઘટાડો થશે, જેના પરિણામે બજાર વધુ સુરક્ષિત તેમજ નિયંત્રિત બનશે.

7 / 8
આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાથી બજારમાં રોકાણકારોનો ભરોસો પણ વધી શકે છે. હાલમાં SEBIએ આ પ્રસ્તાવ પર જનતા પાસેથી સૂચનો માંગ્યા છે. એવામાં હવે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે કે, આ નવા નિયમો ક્યારથી અને કેવી રીતે લાગુ કરવામાં આવશે.

8 / 8

આ પણ વાંચો: ઇન્વેસ્ટર્સનો ‘માસ્ટર પ્લાન’! ઇક્વિટીમાં ‘વેઇટ એન્ડ વોચ’, ગોલ્ડ અને હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણકારોનો ‘ફુલ જોશ’

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ

રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'

અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી

નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી

અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ

g clip-path="url(#clip0_868_265)">