AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ બ્રશ કરવા છતાં મોઢામાંથી દુર્ગંધ આવે છે ? જાણો આ 7 મોટી ભૂલ, નહીંતર લોકો તમારી પાસે બેસવાનું છોડી દેશે !

સવારે ઊઠ્યા પછી સૌથી પહેલા દાંત સાફ કરવા એ ઘણા લોકોની રોજિંદી આદત છે. ડેન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, દિવસમાં ઓછામાં ઓછા બે વખત દાંત સાફ કરવા જોઈએ. સવારે અને રાત્રે જમ્યા બાદ દાંત સાફ કરવાની આદત સ્વાસ્થ્ય માટે સારી હોય છે. જોકે, આમ છતાં ઘણા લોકોના મોઢામાંથી દુર્ગંધ આવતી રહે છે.

| Updated on: Sep 13, 2026 | 9:16 AM
Share
જો તમે નિયમિત રીતે દાંત સાફ કરો છો અને તેમ છતાં મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તો તેનું કારણ તમારી જીભ પર રહેલા બેક્ટેરિયા હોઈ શકે છે. સલ્ફર ઉત્પન્ન કરતા બેક્ટેરિયા જીભ અને ગળાના પાછળના ભાગમાં ઝડપથી વધી શકે છે. (Image Source | Unsplash)

1 / 10
મોઢામાંથી આવતી દુર્ગંધને હેલિટોસિસ (Halitosis) કહેવામાં આવે છે. તેના કેટલાક કારણો એવા છે, જેને માત્ર દાંત સાફ કરવાથી દૂર કરી શકાતા નથી. મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખી શકાય છે. (Image Source | Unsplash)

2 / 10
મોઢામાંથી દુર્ગંધ આવવાનું એક મોટું કારણ નિયમિત ફ્લોસિંગ ન કરવું છે. જમ્યા પછી દાંતની વચ્ચે ફસાયેલા ખોરાકથી બેડ બેક્ટેરિયામાં વધારો થાય છે. દાંત વચ્ચે ફસાયેલો ખોરાક ધીમે-ધીમે સડવા લાગે છે અને તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. દુર્ગંધથી બચવા માટે નિયમિત ફ્લોસિંગ કરવું જોઈએ. પાતળા ફ્લોસની મદદથી દાંતની વચ્ચે ફસાયેલા ખોરાકના કણોને દૂર કરી શકાય છે. (Image Source | Unsplash)

3 / 10
જો નિયમિત દાંત સાફ કરવા અને ફ્લોસિંગ કરવા છતાં મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તો તેનું કારણ જીભ પર રહેલા બેડ બેક્ટેરિયા પણ હોઈ શકે છે. સલ્ફર ઉત્પન્ન કરતા બેક્ટેરિયા જીભ અને ગળાના પાછળના ભાગમાં ઝડપથી વધી શકે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. (Image Source | Unsplash)

4 / 10
ઓછું પાણી પીવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. શરીરમાં પાણીની ઉણપ થવાથી લાળનું ઉત્પાદન ઘટી જાય છે. તેના કારણે મોઢું સુકાઈ શકે છે અને શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. (Image Source | Unsplash)

5 / 10
આ ઉપરાંત, જો તમે નિયમિતપણે ચા અને કોફી પીતા હોવ તો પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. કેફીન લાળનું ઉત્પાદન ઘટાડી શકે છે અને મોઢાની અંદરનો ભાગ સુકાઈ શકે છે. તેના કારણે પણ શ્વાસમાં દુર્ગંધ આવવાની શક્યતા રહે છે. (Image Source | Unsplash)

6 / 10
વધુ પડતું ધૂમ્રપાન કરવાથી પણ મોઢાની અંદરનો ભાગ સુકાઈ જાય છે અને તેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. ધૂમ્રપાન છોડવાથી આ પ્રકારની દુર્ગંધમાં ઘટાડો થઈ શકે છે. (Image Source | Unsplash)

7 / 10
વધુ પડતી ડુંગળી અને લસણ ખાવાથી મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. તેથી આવા ખોરાક ખાધા બાદ મોઢું સારી રીતે કોગળા કરીને સાફ કરવું જોઈએ. મોઢામાંથી આવતી દુર્ગંધ ઘટાડવા માટે નિયમિત રીતે દાંત સાફ કરવા અને ફ્લોસિંગ કરવું જોઈએ. સાથે જ પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. (Image Source | Unsplash)

8 / 10
જો આ ઉપાયો અપનાવ્યા પછી પણ મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર ન થાય, તો ડેન્ટિસ્ટની સલાહ લેવી શ્રેષ્ઠ છે. મોઢામાંથી દુર્ગંધ આવવાનું કારણ શરીરમાં રહેલી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે. (Image Source | Unsplash)

9 / 10
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

10 / 10

આ પણ વાંચો, આ 8 બીમારીઓ માટે રામબાણ માનવામાં આવે છે દાડમ, જાણો તેના મોટા ફાયદા ! 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">