AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG T20 Series : ભારત-અફઘાનિસ્તાન સિરીઝમાં એકલા હાથે મેચ પલટવામાં એક્સપર્ટ છે આ 5 સુપરસ્ટાર્સ !

ટીમ ઈન્ડિયાની T20 ટીમ પર નજર કરીએ તો તેમાં તમામ મેચ વિનર ખેલાડીઓ જોવા મળે છે. IPL ના કારણે આ ખેલાડીઓને ટી 20 ફોર્મેટમાં ઘણો અનુભવ છે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમમાં પણ હાલમાં 6 થી 7 સ્ટાર T20 ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.

| Updated on: Sep 13, 2026 | 9:46 AM
Share
ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ T20 મુકાબલો રમવા ઉતરશે, જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન સામે થવાનો છે. અફઘાનિસ્તાનની ટીમ સતત વધુ સારી બની રહી છે. પહેલી મેચ આજે 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બીજી અને ત્રીજી મેચ 15 અને 17 સપ્ટેમ્બરના દિવસે છે (Image Source | PTI)

1 / 7
બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી શકે છે. આ જ કારણસર ફેન્સ પણ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. પરંતુ 3 મેચની આ T20 સિરીઝમાં આ 5 ખેલાડીઓ પર સૌથી વધુ નજર રહેશે. (Image Source | PTI)

2 / 7
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફક્ત છ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ તે વિરોધી ટીમોમાં ડર પેદા કરે છે. સૂર્યવંશી અફઘાનિસ્તાન સામે નોંધપાત્ર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તે પહેલીવાર બ્લૂ જર્સી પહેરીને ભારતીય ધરતી પર રમશે. તે મોટો સ્કોર કરીને પોતાને સાબિત કરવાનો પણ પ્રયાસ કરશે. (Image Source | PTI)

3 / 7
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને તાજેતરના સમયમાં ખૂબ જ આક્રમક બેટિંગ કરી છે. કિશન તેની આક્રમક બેટિંગથી વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી લેવાની ક્ષમતા ધરાવે છે. જો કિશન કોઈપણ મેચમાં 25 થી 30 બોલ રમી જાય, તો ટીમ ઈન્ડિયાને હરાવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. અફઘાન ટીમે કિશનથી સાવચેત રહેવું પડશે. (Image Source | PTI)

4 / 7
અફઘાનિસ્તાનનો ઓપનર અને વિકેટકીપર રહમાનુલ્લાહ ગુરબાઝમાં ભારતના સ્ટાર બોલરોને પરેશાન કરવાની ક્ષમતા છે. જો ટીમ ઈન્ડિયા તેને પાવરપ્લેમાં જ આઉટ નહીં કરે, તો તે મોટો સ્કોર બનાવી શકે છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેની બોલિંગમાં પણ સારી હોય છે. (Image Source | PTI)

5 / 7
અફઘાનિસ્તાનનો દિગ્ગજ ખેલાડી રાશિદ ખાન વર્તમાન સમયમાં વિશ્વના ટોચના સ્પિનરોમાં સામેલ છે. આવી સ્થિતિમાં તેઓ ભારતીય બેટ્સમેનોને પણ પરેશાન કરી શકે છે. ભારતીય બેટ્સમેનોએ રાશિદ ખાન સામે ખૂબ જ સાવધાનીથી રમવું પડશે. ભારતીય પિચો પર રમવાનો તેમને ઘણો અનુભવ છે. આ ઉપરાંત જરૂર પડ્યે રાશિદ બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. (Image Source | PTI)

6 / 7
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજામાંથી પરત ફરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ ફરી એકવાર પોતાને સાબિત કરવા માંગશે. બુમરાહ સામે રમવાનું દબાણ અફઘાનિસ્તાનના બેટ્સમેનો પર પણ રહેશે. લાંબા સમય બાદ બુમરાહ T20 સિરીઝમાં રમવા જઈ રહ્યા છે, તેથી તેઓ વધુમાં વધુ વિકેટ ઝડપવા ઈચ્છશે. (Image Source | PTI)

7 / 7

આ પણ વાંચો, Breaking News : Asian Games 2026માં ટીમ ઈન્ડિયાના મેચના સમયમાં ફેરફાર, હવે આ સમયે મેચ શરૂ થશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">