Devbhumi Dwarka Rain Breaking : ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં દુષ્કાળની ચિંતામાં મુકાયેલા જગતના તાતમાં ખુશી પ્રસરી ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ભાણવડ તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.
ભાણવડ શહેર ઉપરાંત મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે આશરે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતાં લોકોને ઉકળાટમાંથી મુક્તિ મળી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતાં દુષ્કાળની ભીતિથી ચિંતિત ખેડૂતો માટે આ મેઘમહેર આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને ખેતીના પાકને નવજીવન મળતાં ધરતીપુત્રોમાં હર્ષની લાગણી છવાઈ છે.
Breaking News: ધાબું ન હોય તો ચિંતા નહીં! દીવાલો અને બાલ્કનીમાં લાગશે વર્ટિકલ સોલર પેનલ, 30% વધુ વીજળી મળશે
Follow Us
