AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર દરિયાની જેમ હિલ્લોરા લેતુ પાણી જ પાણી, જુઓ વીડિયો

Breaking News : અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર દરિયાની જેમ હિલ્લોરા લેતુ પાણી જ પાણી, જુઓ વીડિયો

| Updated on: Sep 14, 2026 | 4:53 PM
Share

ભારે વરસાદની અસર માત્ર મુખ્ય માર્ગો પૂરતી સીમિત રહી નથી. નારોલના ઔદ્યોગિક એકમોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉદ્યોગો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદની સૌથી વધુ અસર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. નારોલ વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ કફોડી બની છે.

નારોલ-નરોડા હાઈવે પર પાણી ભરાયા

નારોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાઈવેના બંને તરફ પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન હંકારવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન હાઈવે પર પાણીનું સ્તર વધતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

નારોલના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ પાણી ભરાયા

ભારે વરસાદની અસર માત્ર મુખ્ય માર્ગો પૂરતી સીમિત રહી નથી. નારોલના ઔદ્યોગિક એકમોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉદ્યોગો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નારોલ-નરોડા હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકોમાં હાલાકી જોવા મળી રહી છે.

Breaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">