તમારા લગ્ન માટે આ રીતે બુક કરાવી શકો છો હેલિકોપ્ટર, જાણો કેટલો થશે ખર્ચ
લગ્નની સિઝન ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે. કોઈ સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ આપે છે તો કોઈ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. તો આજકાલ લગ્ન માટે હેલિકોપ્ટર ભાડે લેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. જો તમે પણ લગ્ન માટે હેલિકોપ્ટર ભાડે લેવા માગો છો, તો આજે અમે તમને જણાવીશું કે તેના માટે કેટલો ખર્ચ થશે.

લગ્નની સિઝન ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે. કોઈ સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ આપે છે તો કોઈ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. તો આજકાલ લગ્ન માટે હેલિકોપ્ટર ભાડે લેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે.

જો તમે તમારા લગ્ન માટે હેલિકોપ્ટર બુક કરવા માંગો છો, તો તમે તેને ઓનલાઈન માધ્યમથી પણ બુક કરી શકો છો. ઘણી ટ્રાવેલ એજન્સીઓ આ સેવા પૂરી પાડી રહી છે

તમે આ એજન્સીઓની વેબસાઈટ પર જઈને હેલિકોપ્ટર બુક કરાવી શકો છો. આ ઉપરાંત તમારા શહેરમાં એવા ઘણા એજન્ટ હશે જેના દ્વારા તમે હેલિકોપ્ટર બુક કરાવી શકો છો.

તમામ હેલિકોપ્ટર એજન્સીઓ પહેલા બે કલાકના બુકિંગ માટે ન્યૂનતમ ચાર્જ વસૂલે છે. આ લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા હોય છે. આમાં તમે હેલિકોપ્ટરનો બે કલાક ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ દર કલાકના 50થી 60 હજાર રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. આ સિવાય પણ ઘણા ચાર્જીસ છે જે બિલમાં ઉમેરવામાં આવે છે. (Image - Pinterest)
