Gujarati News » Photo gallery » Heard about Golden Birthday Sometimes, find out about this once in a lifetime Golden Birthday
Golden Birthday: ગોલ્ડન બર્થ ડે વિશે કયારેક સાંભળ્યું છે? જાણી લો જીવનમાં એક જ વાર આવનારા આ ગોલ્ડન બર્થ ડે વિશે
દરેકના જીવનમાં તેનો પોતાનો જન્મદિવસ ખુબ જ ખાસ હોય છે. દરેક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ પોતાની રીતે પોતાના અંદાજમાં ઉજવે છે. પરંતુ શું તમે ક્યારેક ગોલ્ડન બર્થ ડે (Golden Birthday) વિશે સાંભળ્યું છે? જે દરેકના જીવનમાં એક જ વાર આવે છે.
દરેકના જીવનમાં તેનો પોતાનો જન્મદિવસ ખુબ જ ખાસ હોય છે.દરેક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ પોતાની રીતે પોતાના અંદાજમાં ઉજવે છે. પર શું તમે ક્યારેક ગોલ્ડન બર્થ ડે (Golden Birthday) વિશે સાંભળ્યું છે ? જે દરેકના જીવનમાં એક જ વાર આવે છે.પશ્વિમના દેશોમાં આ ગોલ્ડન બર્થ ડે ખાસ રીતે ઉજવવાની પરંપરા છે.પણ ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પણ ગોલ્ડન બર્થ ડેની ઉજવણીનો ટ્રેડ વધી રહ્યો છે.આ ગોલ્ડન બર્થ ડેને લકી બર્થ ડે પણ કહેવામાં આવે છે.
1 / 5
દરેકના જીવનમાં ગોલ્ડન બર્થ ડે એક જ વાર આવે છે. આ ગોલ્ડન બર્થ ડે ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે તમે તમારી જન્મ તારીખ મુજબની ઉમરના થઈ જાઓ. ઉદાહરણ તરીકે, જો તમારો જન્મદિવસ 25 જૂનના દિવસે છે. હવે જે વર્ષે તમે 25 વર્ષના થઈ જાઓ તે વર્ષે 25 જૂને ઉજવેલો જન્મદિવસ તમારો ગોલ્ડન બર્થ ડે હશે.
2 / 5
ગોલ્ડન બર્થ ડેની શરૂઆતનો શ્રેય અમેરિકન લેખિકા જોએનને જાય છે. 1950માં તેમણે તેમના બાળકના જન્મદિવસને ગોલ્ડન બર્થ ડે તરીકે ઉજવ્યો. ગોલ્ડન બર્થ ડે સેલિબ્રેટ કરવાનું કારણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે એટલું લોકપ્રિય બન્યું કે વિશ્વના ઘણા દેશોમાં તેને ઉજવવાનો ટ્રેન્ડ શરુ થયો.
3 / 5
પશ્વિમના દેશમાં એવી માન્યતા છે કે ગોલ્ડન બર્થ ડે દરેક વ્યકિતના જીવનમાં એક જ વાર આવે થે. આ બર્થ ડેને ઘણાં દેશોમાં લકી બર્થ ડે તરીકે ઓળખવામાં આવે છે.માન્યતા એવી છે કે, આ ગોલ્ડન બર્થ ડે વ્યકિતના જીવનમાં સમૃઘ્ઘિ લઈને આવે છે.એટલે જ લોકો તેને વધુને વધુ ઊજવી રહ્યાં છે.
4 / 5
જે રીતે દુનિયામાં લોકો ગોલ્ડન બર્થ ડે ઉજવી રહ્યાં છે તે જ રીતે લોકો ડબલ ગોલ્ડન બર્થ ડે અને ટ્રિપલ ગોલ્ડન બર્થ ડે પણ ઉજવે છે. જેમકે જો 15 જૂન તમારો જન્મદિવસ છે અને થોડા વર્ષોમાં તમે 30 વર્ષના થશો તો તે વર્ષે તે જન્મદિવસને ડબલ ગોલ્ડન બર્થ ડે તરીકે ઓળખવામાં આવે છે.તે જ રીતે ત્રણ ગણી ઉમર એટલે કે 45 વર્ષે તેને ટ્રિપલ ગોલ્ડન બર્થ ડે તરીકે પણ ઉજવાનો ટ્રેડ વધ્યો છે.