Health Tips : ડેસ્ક જોબ કરતા લોકોએ તંદુરસ્ત રહેવા માટે દરરોજ કરવી જોઈએ આ 5 સ્ટ્રેચિંગ, જાણો
ડેસ્ક જોબ કરતી વખતે, દર કલાકે થોડી મિનિટો માટે ઉઠવું અને સ્ટ્રેચ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સ્ટ્રેચિંગ કસરતો ખૂબ જ સરળ છે અને ઓફિસમાં પણ કોઈપણ સમસ્યા વિના કરી શકાય છે. આ રોજ કરવાથી, શરીર માત્ર સક્રિય જ નહીં રહે, પરંતુ તમે તાજગી અને સ્વસ્થ પણ અનુભવશો.

Neck Rotation : લાંબા સમય સુધી લેપટોપ સ્ક્રીન સામે જોવાથી ગરદનમાં જડતા અને દુખાવો થવો સામાન્ય છે. ગરદન રોટેશનથી ગરદનના સ્નાયુઓને રાહત મળે છે. આ કસરત માટે સીધા બેસો અને ધીમે ધીમે તમારી ગરદનને જમણી તરફથી ડાબી તરફ ફેરવો. તેમજ ડાબી તરફથી જમણી તરફ એમ આ કરસરતનું દિવસમાં ૩-૪ વખત પુનરાવર્તન કરો.

Shoulder Rotation: જો તમને તમારા ખભામાં જડતા અને ભારેપણું લાગે છે, તો આ સ્ટ્રેચિંગ ખૂબ અસરકારક છે. આ કસરત માટે બંને ખભાને એકસાથે ઉપર ઉઠાવો, પછી તેમને પાછળની તરફ ગોળ કરો. આ 10 વાર કરો. પછી 10 વાર આગળ ફેરવો.

Wall Stretch : આ કસરત તમારી પીઠ, ખભા અને છાતીના સ્નાયુઓને ખેંચે છે. આ કસરત કરવા માટે દિવાલ સામે ઊભા રહો, બંને હાથ ઉંચા કરો અને દિવાલ પર રાખો અને ધીમે ધીમે આગળ ઝૂકો. તમારી પીઠ સીધી અને ગરદન ઢીલી હોવી જોઈએ. 10 સેકન્ડ રાહ જુઓ અને 3 વાર પુનરાવર્તન કરો.

Seated Spinal Twist : લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુ જકડાઈ જાય છે. આ કસરત કરવા માટે ખુરશી પર બેસો અને જમણી તરફ વળો, ડાબા હાથથી જમણી ખુરશીનું હેન્ડલ પકડો. થોડીવાર રાહ જુઓ, પછી ડાબી બાજુએ પુનરાવર્તન કરો.

Hand & Wrist Stretch : કોમ્પ્યુટર અને માઉસનો સતત ઉપયોગ હાથ અને કાંડા પર ભાર મૂકે છે.જેથી હાથ અને કાંડાની સ્ટ્રેચિંગ જરુરી છે. તેના માટે એક હાથ આગળ લંબાવો અને બીજા હાથથી આંગળીઓને ધીમેથી પાછળની તરફ ખેંચો. આ બંન્ને તરફ કરો.

આ સ્ટ્રેચિંગ શા માટે જરૂરી છે? : શરીરની જડતા દૂર કરવા માટે જરુરી છે. તેમજ રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત વારંવાર થાક લાગતો હોય તો તેમાં પણ મદદ થાય છે. પીઠ અને ગરદનના દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત ફોકસ વધારવામાં મદદ કરે છે.
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
