વાળમાં થઈ ગયો છે ખોડો? તો ધોતા પહેલા લગાવો આ વસ્તુઓ, જુઓ અહીં
ખોડાને વાળમાંથી દૂર કરવા લોકો મોંઘા મોંઘા શેમ્પૂ અને હેર ઓઈલ યુઝ કરે છે તેમ છત્તા ખોડો દૂર થતો નથી. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર લઈને આવ્યા છે જે જરુરથી તમને ખોડો દૂર કરવામાં મદદ કરશે.

માથામાં વારંવાર થઈ જતો ડેન્ડ્રફ એટલે કે ખોડો માત્ર ખંજવાળનું કારણ નહી પણ અકળામણનું કારણ પણ બને છે કારણ તે વાળમાં આગળ દેખાવા લાગે છે તો ક્યારેક તે ખભા પર પડે છે. ત્યારે ખાસ કરીને ઉનાળામાં વાળ શુષ્ક અને નબળા થઈ જાય છે અને તે બાદ વાળ ખોડો થવા લાગે છે. ખોડાને વાળમાંથી દૂર કરવા લોકો મોંઘા મોંઘા શેમ્પૂ અને હેર ઓઈલ યુઝ કરે છે તેમ છત્તા ખોડો દૂર થતો નથી. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર લઈને આવ્યા છે જે જરુરથી તમને ખોડો દૂર કરવામાં મદદ કરશે.

નારિયેળ તેલ અને લીંબુ : સૌ પ્રથમ, 2 ચમચી નારિયેળ તેલમાં સમાન માત્રામાં લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને માથા પર લગાવો અને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રાખો અને વાળ ધોઈ લો. આ તમે અઠવાડીયામાં એકવાર કરી શકો છો.

દહીં : ડેન્ડ્રફ માટે દહીં રામબાણ ગણાય છે. વાળની સપાટીથી મૂળ સુધી દહીંને સારી રીતે લગાવો અને એક કલાક સુધી રાખો. ત્યાર બાદ તેને ધોઈ નાખો આ તમે અઠવાડિયમાં 2-3 વાર કરી શકો છો તેનાથી વાળ સિલ્કી અને મજબૂત બનવાની સાથે ખોડો દૂર થશે

લીમડાનો રસ : ડેન્ડ્રફ દૂર કરવા માટે લીમડાના રસનો ઉપયોગ કરી શકાય છે. આ માટે લીમડાનો રસ કાઢો અથવા લીમડાના પાનને પીસીને વાળમાં 10-15 મિનિટ સુધી લગાવો. ઠંડા પાણીથી માથું ધોઈ લો. આમ 3-4 વાર કરવાથી ખોડાની સમસ્યા દૂર થઈ જશે

એલોવેરા જેલ : એલોવેરા જેલ ડેન્ડ્રફને દૂર કરવામાં અને થતો અટકાવવામાં મદદ કરે છે. તમે એલોવેરા માંથી તાજી જેલ કાઢીને તમારા માથા પર લગાવી શકો છો. આ સિવાય તમે બજારમાં મળતી જેલનો પણ ઉપયોગ કરી શકો છો. વાળના મૂળમાં એલોવેરા જેલ લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો

નારિયેળ કે ઓલિવ ઓઈલ અને કપૂર : નારિયેળ અથવા ઓલિવ ઓઈલમાં કપૂર મિક્સ કરો અને તમારા વાળમાં માલિશ કરો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
