Women’s health : મહિલાઓને પીરિયડ દરમિયાન બ્રેસ્ટમાં કેમ દુખાવો થાય છે? જાણો કારણ
પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતો બ્રેસ્ટનો દુખાવો હોર્મોનલમાં ફેરફાર થવાને કારણે થાય છે. આવું કેમ થાય છે ચાલો આજે આપણે વિસ્તારથી વાત કરીએ.જો વધારે દુખાવો થાય તો ડોક્ટરની જરુર સલાહ લેવી.

દર મહિને જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવે છે તો શરીરમાં માત્ર બ્લીડિંગ જ નહી પરંતુ અનેક પ્રકારના હોર્મોનમાં ફેરફાર પણ થાય છે.માથાનો દુખાવો, પેટમાં દુખાવો,મૂડ સ્વિંગ,થાક આ બધા સામાન્ય લક્ષણો માનવામાં આવે છે પરંતુ એક વસ્તુ છે, જે તમામ મહિલાઓને પરેશાન કરે છે. અને એ છે બ્રેસ્ટ પેન એટલે કે, સ્તનમાં દુખાવો.

કેટલીક મહિલાઓ સ્તનના દુખાવાને કારણે ટેન્શનમાં રહે છે. કે, આ કોઈ મોટી બિમારી તો નથી ને. મોટાભાગની મહિલાઓને સાઈકલિક બ્રેસ્ટ પેન થાય છે. જે પીરિયડ્સ શરુ થતાં થોડા દિવસો પહેલા થાય છે. આનું કારણ હોર્મોનમાં ફેરફાર થાય છે.

તેનું કારણ ખાસ કરીને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઉતાર-ચઢાવ આવવું છે. આ હોર્મોન સ્તનના ટિશૂજ પર અસર કરે છે, જેના કારણે સોજો આવે છે અને સંવેદનશીલતા વધે છે.

સ્તનમાં દુખાવો કેવો લાગે છે? સ્તનોમાં ભારેપણું અથવા ધીમો ધીમો દુખાવો,હળવા અથવા તીવ્ર દુખાવો, આ દુખાવો ઘણીવાર બંને સ્તનોમાં સમાન રીતે થાય છે અને પીરિયડ્સ પૂર્ણ થયા પછી ધીમે ધીમે ઓછો થાય છે.

કોફી, ચા અને ઠંડા પીણામાં રહેલું કેફીન સ્તનમાં દુખાવો વધારી શકે છે. પીરિયડ્સ દરમિયાન તેમને આનાથી દુર રહેવાથી ફાયદો થઈ શકે છે.કેટલીક વખત બ્રા કે ટાઈટ કપડાં પહેરવાથી પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે.

જો તમને પીરિયડ્સ બાદ પણ સતત બ્રેસ્ટ પેન થઈ રહ્યું છે. કે પછી સ્તનમાં ગાંઠ કે નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થાય છે. તો જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો.

પીરિયડ્સ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો કેટલીક મહિલાઓ માટે સામાન્ય વાત છે. અને આ દુખાવો હોર્મોનમાં ફેરફાર થવાના કારણે થાય છે.આ કોઈ ચિંતાનું કારણ નથી. જો વધારે દુખાવો થાય તો ડોક્ટરની જરુર સલાહ લેવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































