Women’s health : 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ PCOSનો ભોગ કેમ બને છે, કેવી રીતે કંટ્રોલ કરવું?
મહિલાઓમાં 30 વર્ષ બાદ PCOS એક સામાન્ય બની રહી છે. જેના કારણે વંધ્યત્વ પણ થાય છે. તો શું હોય છે PCOSની સમસ્યા અને તેનાથી કેવી રીતે બચી શકાય. આ વિશે આજે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

બદલાતી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફુડના કારણે મહિલાઓમાં 30 વર્ષની ઉંમર બાદ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ના કેસ સામે આવે છે. PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)એક હોર્મોનલ સમસ્યા છે. જેમાં અંડાશયમાં નાના-નાના સિસ્ટ બની જાય છે.

જે હોર્મોન અંસુતલનના કારણે બને છે. PCOSથી પીડિત મહિલાઓને અનિયમિત પીરિયડસ, અણગમતા વાળ,ખીલ અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણો શું છે અને આપણે આ રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? આપણે નિષ્ણાતો પાસેથી આ વિશે જાણીશું.

મહિલાઓમાં માત્ર 30 વર્ષની ઉંમર બાદ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ની સમસ્યા થવા લાગે છે. હાલમાં આનું કોઈ ચોક્કસ કારણ શું છે. તે સામે આવ્યું નથી. ડોક્ટરનોનું કહેવું છે કે, આ જેનેટિક અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે. આનાથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં સુધારો લાવવાની ખુબ જરુર છે.

ડોક્ટર જણાવે છે કે, પીસીએએસના લક્ષણો શરુઆતમાં દેખાતા નથી પરંતુ મહિલાઓ આને નજરઅંદાજ કરે છે.આવું કરવું જોઈએ નહી.તમને પીસીઓએસના તમામ લક્ષણોની જાણકારી હોવી જરુરી છે.

આનું ચોક્કસ કારણ તો હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આની પાછળ જેનેટિક કારણ હોય શકે છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઈલઆનું મુખ્ય કારણ ચે. ધૂમ્રપાન,અનહેલ્ધી ફુડ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વું થઈ શકે છે. આના લક્ષણો જોવા મળતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

PCOSના શરુઆતના લક્ષણોની જો આપણે વાત કરીએ તો. અનિયમિત પીરિયડ્સ, અણગમતા વાળ,ખીલ ,મેદસ્વિતા,વગેરે સામેલ છે. જો સારવાર ન કરવામાં આવે તો વંધ્યત્વ પણ થઈ શકે છે.

આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં સ્ત્રીઓને આ રોગની સમયસર સારવાર મળતી નથી અને પછીથી તેમને માતા બનવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ડૉ. કહે છે કે, જો તમને ઉપરોક્ત લક્ષણો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ. તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે તણાવ ટાળવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને દારૂ અને ધૂમ્રપાન ટાળવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
