Women’s health : શું પીરિયડ્સમાં માત્ર 2 દિવસ બ્લીડિંગ થવું સામાન્ય છે? ડૉક્ટર પાસેથી જાણો
4 થી 5 દિવસ સુધી પીરિયડ્સ આવવા એ સામાન્ય વાત છે પરંતુ જો તમને વારંવાર પીરિયડ્સ 1 કે 2 દિવસમાં પૂર્ણ થઈ જાય છે, તો આ કઈ સમસ્યા છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.

પીરિયડ્સ એક નોર્મલ પ્રકિયા છે. જે દર મહિને મહિલાઓને આવે છે. પીરિયડ્સ દરેક મહિલાઓને મહિનામાં એક વખત આવે છે અને 4 થી 5 દિવસ સુધી રહે છે. પરંતુ કેટલીક મહિલાઓને 3 કે 4 દિવસ તો કેટલીક મહિલાઓને 7 દિવસ સુધી પણ પીરિયડ્સ આવે છે. જે સામાન્ય છે. પરંતુ કેટલીક એવી પણ મહિલાઓ છે. જેમને 1 કે 2 દિવસમાં પીરિયડ્સ બંધ થઈ જાય છે.

ક્યારેક પીરિયડ્સ જલ્દી બંધ થઈ જાય છે. જેને તમે નજરઅંદાજ પણ કરી શકો છો પરંતુ સતત પીરિયડ્સ 1 કે 2 દિવસમાં બંધ થઈ જાય તો સ્વાસ્થ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું કારણ હોય શકે છે? તો ચાલો આના વિશે વિસ્તારથી વાત કરીએ. આની પાછળ કારણ શુ છે?

કેટલીક મહિલાઓ માટે પીરિયડ્સ માત્ર 1 કે 2 દિવસ આવે છે. એ સામાન્ય વાત છે, કારણ કે, દરેક મહિલાની પિરિયડ્સ સાઈકલ અલગ અલગ હોય છે. પરંતુ સતત ઓછા પીરિયડ્સ આવવા એ સ્વાસ્થ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનો પણ સંકેત હોય શકે છે.

"કેટલીક મહિલાઓને, ફક્ત એક કે બે દિવસમાં પીરિયડ્સ પૂર્ણ થવાનું કારણ ઓવ્યુલેશન, મેનોપોઝ, આહારમાં ફેરફાર અથવા શારીરિક પ્રવૃત્તિઓ હોઈ શકે છે." જે સ્ત્રીઓના પીરિયડ્સ ફક્ત એક કે બે દિવસમાં સમાપ્ત થાય છે તેઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સક્રિય રહેવાની જરૂર છે. હકીકતમાં, 1 કે 2 દિવસમાં પીરિયડ્સ થવાથી ત્વચાના રોગો, મેનોપોઝ અને ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

પીરિયડ્સ ઓછા આવવા કઈ સમસ્યાનો સંકેત છે. થાઈરોડ હોર્મોન તમારા પીરિયડ્સને નિયમિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ માટે હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ બંને તમારી પીરિયડ સાઈકલને પ્રભાવિત કરી શકે છે.

શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનમાં ઉણપના કારણે પણ પીરિયડ્સ માત્ર એક કે 2 દિવસ સુધી જ આવે છે. આ માટે તમે તમારા એસ્ટ્રોજન હોર્મોનના સ્તરની તપાસ કરતા રહો અને આનું લેવલ બેલેન્સ રાખો.

વધારે કસરત અને વર્કઆઉટ પણ તમારા પીરિયડ્સ સાઈકલ પર પ્રભાવ કરી શકે છે. વધારે કસરત કરવાથી શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ શકે છે. જેના કારણે પીરિયડ્સ એક કે 2 દિવસમાં બંધ થાય છે.

હેલ્ધી પીરિયડ્સ માટે જરુરી છે હેલ્ધી ડાયટ લેવુ, જેનાથી પીરિયડ્સ 3 દિવસથી વધુ આવે.ક્યારેક, તમારા પીરિયડ્સ દરમિયાન અંડાશય ઇંડા છોડતું નથી, જેને એનોવ્યુલેશન કહેવાય છે, જેના કારણે તમારા પીરિયડ્સ એક કે બે દિવસ સુધી બંધ થઈ શકે છે.

હેલ્ધી પીરિયડ્સ માટે જરુરી છે હેલ્ધી ડાયટ લેવુ, જેનાથી પીરિયડ્સ 3 દિવસથી વધુ આવે.ક્યારેક, તમારા પીરિયડ્સ દરમિયાન અંડાશય ઇંડા છોડતું નથી, જેને એનોવ્યુલેશન કહેવાય છે, જેના કારણે તમારા પીરિયડ્સ એક કે બે દિવસ સુધી બંધ થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































