Women’s Health : પીરિયડ્સ દરમિયાન વજાઈનામમાં દુખાવો કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી કારણો જાણો
પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવો થવો અનેક બીમારીઓનું કારણ હોય શકે છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં પીરિયડ્સમાં વજાઈનામાં કેમ દુખાવો થાય છે. તેના વિશે વાત કરીએ

મહિલાઓ માટે વજાઈનલ હેલ્થ પણ ફિઝિકલ હેલ્થ જેટલું જરુરી છે. પહેલી વખત પીરિયડ્સ આવવાથી લઈ મોનોપોઝ સુધી વજાઈનલ હેલ્થમાં અનેક ફેરફાર આવે છે. વજાઈના ખુબ જ સેન્સેટિવ પણ હોય છે. જો કોઈ લાપરવાહી કરવામાં આવે તો ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

વજાઈનાને હેલ્ધી રાખવા માટે ડાયટ અને હાઈજીન બંન્ને પર ધ્યાન આપવું જરુરી છે. વજાઈનલ હેલ્થ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ એવી હોય છે. જેને આપણે ખુબ સામાન્ય સમજીએ છીએ. પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવાની સમસ્યા આનું કારણ જાણવા માટે આપણે ગાયનેકોલિજસ્ટને પુછીશું સાચું કારણ શું છે.

સૌથી પહેલી એ વાત કે, પીરિયડ્સ દરમિયાન યુટ્રસ પર પ્રેશર આવે છે. આ દરમિયાન યુટ્રસ ઈન્ડ્રોમેટ્રિયમ લાઈનિગને રિલીઝ કરવા માટે ખુલે છે. જ્યારે પીરિયડ્સ આવે છે. તો યુટ્રસની ઈનર લાઈનિંગ શેડ થવા લાગે છે. જેનાથી પીરિયડ્સ આવે છે.

આ દરમિયાન વજાઈનામાં પ્રોસ્ટાગ્લૈડીન કેમિકલ પ્રડ્યુસ થાય છે. આ કેમિકલ યુટ્રસની લાઈનિંગ પર પ્રેશર નાંખે છે. ત્યારે યુટ્રસમાં એન્ડ્રોમેટ્રિયમ લાઈનિંગ દુર થવા લાગે છે. સતત પ્રેશર થવાથી પીરિયડ્સ દરમિયાન મહિલાને વજાઈનામાં દુખાવો થાય છે. આ દરમિયાન પેટની નીચેના ભાગમાં દુખાવો થવો ખુબ નોર્મલ છે.

યીસ્ટ કે, ફંગલ ઈન્ફેક્શન અને બેક્ટીરિયલ વેજિનોસિસ જેવી સમસ્યા પણ આનું કારણ બની શકે છે. પીરિયડ્સ દરમિયાન ભેજનો અભાવ થાય છે અને pH પર અસર પડે છે, જેના કારણે પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવો થઈ શકે છે.

કેટલીક વખત પીરિયડ્સ પ્રોડક્ટસ સુટ થતાં નથી. આ સિવાય લાંબા સમય સુધી એક જ પેડનો ઉપયોગ કરવાથી અનેક સમસ્યા થઈ શકે છે. જે વજાઈનામાં દુખાવાનું કારણ પણ બની શકે છે.

અડેનોમાયસિસ,ફાઈબ્રોઈડ કે, એન્ડોમેટ્રિયોસિસ જેવી સમસ્યાઓમાં વજાઈનામાં દુખાવો થઈ શકે છે. જો તમને સામાન્ય રીતે વજાઈનામાં દુખાવો થાય છે તો આને નજરઅંદાજ ન કરો.

વજાઈનામાં દુખાવો ઓછો થાય તે માટે ડોક્ટરની સલાહ લો,દવાથી દુખાવામાં રાહત થશે. તેમજ તમે દુખાવો ઓછો કરવા માટે હીટિંગ પેડનો પણ ઉપયોગ કરી શકો છે. તેમજ પીરિયડ્સ દરમિયાન હાઈજીનનું ખુબ જ ધ્યાન રાખો. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
