‘દાદા’ના હુલામણા નામથી જાણીતા CMના પરિવાર વિશે જાણો
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો છે. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. તેને એક પુત્ર અને એક પુત્રી પણ છે, તો ચાલો આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પરિવાર વિશે જાણીએ.

ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્નીનું નામ હેતલ પટેલ છે ભૂપેન્દ્ર પટેલના દીકરાનું નામ અનુજ પટેલ છે જે એન્જિનિયર છે અને પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની દીકરી ડો. સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ જોડાયેલા છે.

ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો છે. એક ભારતીય રાજકારણી, સિવિલ એન્જિનિયર અને બિલ્ડર છે જેઓ 2021 થી ગુજરાતના 17મા અને વર્તમાન મુખ્યપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.

તેઓ 2017 થી ગુજરાત વિધાનસભામાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. તેમણે તેમની રાજકીય કારકિર્દી અમદાવાદની મ્યુનિસિપલ સંસ્થાઓમાંથી શરૂ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પિતાનું નામ રજનીકાંત ભાઈ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની પત્નીનું નામ હેતલ પટેલ છે. ભાઈનું નામ કેતન પટેલ. પુત્રનું નામ અનુજ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલના દિકરાની પત્નીનું નામ દેવાંશી પટેલ છે.

ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા હતા. ત્યારથી સીએમ પદ તરીકેની સફર ચાલુ છે.

ભૂપેન્દ્રભાઈ પટેલે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કરી ચૂક્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલે સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ક્રિકેટ અને બેડમિન્ટન પણ રમવું ગમે છે

1995-1996, 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના સભ્ય હતા. તેઓ 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા. 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા. તેઓ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા.

2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના ચેરમેન હતા. તેમણે AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશિકાંત પટેલ સામે ચૂંટણી લડીને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પટેલ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ 1,17,000 મતોના વિક્રમી માર્જિનથી જીત્યા હતા.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘોટલોડિયા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે તેમના નજીકના હરીફ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને હરાવીને ફરીથી ચૂંટાયા હતા.

11 સપ્ટેમ્બર 2021ના રોજ, વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે પક્ષની વિધાનમંડળની બેઠકમાં ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા અને ગુજરાતના ચૂંટાયેલા મુખ્ય પ્રધાન તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા.તેમણે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 182 બેઠકોમાંથી વિક્રમજનક 156 બેઠકો જીતી, પક્ષે સતત 7મી વખત રાજ્ય સરકારની રચના કરી. 12 ડિસેમ્બર 2022ના રોજ, ભૂપેન્દ્રભાઈ પટેલે આ જંગી જીત સાથે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

થોડા મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી સર્જરી કર્યા બાદ તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં તેનો પુત્ર અનુજ સ્વસ્થ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુજ પટેલના ખબર અંતર પુછ્યા હતા. PM મોદીએ મુખ્યપ્રધાનના પરિવારજનોને મળીને હૂંફ આપી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
