ગોલ્ડ માર્કેટમાં ઉથલપાથલ ! સોના-ચાંદીના ભાવમાં આવ્યો ‘મોટો કડાકો’, મધ્યમ વર્ગમાં ખુશીનો માહોલ
ઓક્ટોબરમાં સોનાના ભાવમાં સતત વધારો થયો પણ છેલ્લા બે અઠવાડિયામાં આ ધાતુમાં ઘટાડો થતાં રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, મધ્યમ વર્ગને એકંદરે રાહત મળી છે.

બે અઠવાડિયામાં સોનાના ભાવમાં લગભગ 7% જેટલો ઘટાડો થયો છે. મંગળવાર, 4 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1,200નો ઘટાડો થયો. આ ચાંદીમાં પણ ₹2,500નો ઘટાડો થયો.

ઓક્ટોબરમાં સોનાના ભાવમાં સતત વધારો થયો. 17 ઓક્ટોબરના રોજ ભાવ ₹1.33 લાખ પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો. જો કે, ત્યારથી ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે.

મંગળવારે, દિલ્હી બુલિયન બજારમાં 99 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,200 ઘટીને ₹1,24,100 પ્રતિ 10 ગ્રામ થયો. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹2,500નો ઘટાડો થયો.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 17 ઓક્ટોબર, 2025 ના રોજ 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,29,584 પ્રતિ 10 ગ્રામ હતો. 3% GST ઉમેર્યા પછી અસરકારક રેટ ₹1,33,471 પ્રતિ 10 ગ્રામ થયો છે, જે વર્તમાન લેવલની તુલનામાં ₹9,371 અથવા લગભગ 7% નો ઘટાડો છે, તેવું કહી શકાય.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધી કહે છે કે, મજબૂત યુએસ ડોલર અને ફેડ અધિકારીઓના નિવેદનોને કારણે મંગળવારે સોનું દબાણ હેઠળ રહ્યું. તેમણે ડિસેમ્બરમાં વધુ વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા નકારી કાઢી છે. આના કારણે ડોલર ઇન્ડેક્સ 0.12% વધીને 99.99 પર પહોંચી ગયો, જે ત્રણ મહિનાનો હાઇ છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નબળું પડ્યું અને રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો.

આ સાથે જ ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો. ચાંદીના ભાવ ₹2,500 ઘટીને ₹1,51,500 પ્રતિ કિલોગ્રામ થયા, જે સોમવારે ₹1,54,000 હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 0.2% ઘટીને $3,993.65 પ્રતિ ઔંસ થયો હતો અને ચાંદી લગભગ 1% ઘટીને $47.73 પ્રતિ ઔંસ થઈ હતી.

કોટક સિક્યોરિટીઝના AVP (કોમોડિટી રિસર્ચ) કાયનાત ચૈનવાલા કહે છે કે, બજાર હવે આગામી ADP રોજગાર ડેટા અને ISM PMI રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ દરમિયાન ચીન દ્વારા ગોલ્ડ ટેક્સ ઇન્સેન્ટીવ દૂર કરવા અને સેફ હેવન ડિમાંડમાં ઘટાડો પણ ભાવને દબાણ હેઠળ રાખી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે. લોકો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, એવામાં રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
