AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate : સોનાની ચાલ સમજની બહાર, ચાંદી પણ નીચે ફેંકાઈ – જાણો આજનો ભાવ શું છે

મંગળવારના દિવસે એટલે કે, 08 જુલાઈના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં રોકાણકારોને આશા હતી કે સોનાનો ભાવ હવે વધશે. જો કે, આજના દિવસે એટલે કે 09 જુલાઈના રોજ રોકાણકારોના સપના પર પાણી ફરી વળ્યું. આજના દિવસે ચાંદીનો ભાવ નીચે સરક્યો, જ્યારે સોનાની ચાલ શું છે તેને લઈને રોકાણકારો પોતે અસમંજસમાં છે.

| Updated on: Jul 09, 2025 | 9:05 PM
Share
દિલ્હી બુલિયન બજારમાં આજે એટલે કે બુધવાર 9 જુલાઈના રોજ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગે વધતી અટકળો વચ્ચે ડોલર મજબૂત થયો, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

1 / 9
બુધવારે દિલ્હીના બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં નબળાઈ અને અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે સોના અને ચાંદી પર દબાણ આવ્યું હતું.

2 / 9
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 700 રૂપિયા સસ્તું થઈને 98,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનું 99,120 રૂપિયા પર બંધ થયું.

3 / 9
99.5 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ પણ 600 રૂપિયા ઘટીને 98,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

4 / 9
જણાવી દઈએ કે, ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ચાંદીનો ભાવ ઘટીને 1,04,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મંગળવાર, 8 જુલાઈના રોજ ચાંદી 1,04,800 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ.

5 / 9
નિષ્ણાતોના મતે, સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વ (યુએસ સેન્ટ્રલ બેંક) ની સંભવિત નીતિઓ અને ડોલરનું મજબૂતીકરણ છે. HDFC સિક્યોરિટીઝના કોમોડિટી નિષ્ણાત સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "બજારમાં લોકોને એવી અપેક્ષા હતી કે યુએસ જુલાઈમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે પરંતુ હવે તેની શક્યતા ઘટી ગઈ છે. આ ઉપરાંત, યુએસ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, જે સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યો છે."

6 / 9
આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ $11.66 અથવા 0.35 ટકા ઘટીને $3,289.81 પ્રતિ ઔંસ થયો. મહેતા ઇક્વિટીઝના કોમોડિટી વીપી રાહુલ કલાન્ત્રીએ જણાવ્યું હતું કે, "સોનાના ભાવ $3,300 પ્રતિ ઔંસથી નીચે આવી ગયા છે. બજાર હવે યુએસ વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ અને નવા ટ્રેડ વોરના જોખમો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે."

7 / 9
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે, તેઓ 1 ઓગસ્ટની ટેરિફ ડેડલાઇન લંબાવશે નહીં. આ સાથે, કોપર પર 50 ટકા ડ્યુટી અને દવાઓ પર સંભવિત 200 ટકા ડ્યુટી જેવા કડક પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

8 / 9
નિષ્ણાતો માને છે કે, આ ટેરિફ અમેરિકામાં ફુગાવો વધારી શકે છે, જેના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. જણાવી દઈએ કે, આની  સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે.

9 / 9

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">