Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો! જાણો ફિઝિકલ સોનું ખરીદવું સસ્તું કે ગોલ્ડ ETF?
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ રહ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

આજની તારીખ 4 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,39,960 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,28,300 અને 1,04,970 છે. (Image Source | Groww)

આજે 4 નવેમ્બર 2026 ના રોજ, અમદાવાદમાં 24 અને 18 કેરેટમાં પ્રતિ 10 ગ્રામમાં 0.19% વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં 0.20% નો વધારો જોવા મળી રહ્યો છે. (Image Source | Unsplash)

અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 28 અને 29 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,000 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,000 અને 1,08,000 હતો. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ અમદાવાદમાં 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,39,960 છે. જ્યારે 04 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,230 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹9,270 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,39,960.00 અને 3% GST (₹4,198.80) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,63,788.20 થી ₹1,76,549.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,40,659.80 થી ₹1,41,359.60 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unsplash)
આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ધનતેરસ પહેલાં સોનામાં ફરી આવી ચમક! જુઓ અમદાવાદ સહિત 10 જાણીતા શહેરોના ભાવ
