Women’s Health: મહિલાઓએ કયા હેલ્થ ટેસ્ટ કરાવવા જોઈએ? જાણો જરુરી ટેસ્ટનું આખું લિસ્ટ
30 વર્ષની ઉંમર પછી મહિલાઓએ પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપવાનું શરુ કરી દેવું જોઈએ. આ માટે સમય સમય પર હેલ્થ ચેકઅપ કરાવવાથી બીમારીઓ ની શરુઆત થવાની જાણકારી મળી શકે છે.

મહિલાઓ દરેક પાત્રમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવે છે પરંતુ પોતાની વાત આવતા જ પાછળ રહી જાય છે.

ઉંમર વધવાની સાથે આપણે બધાએ ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ હોય, તો તમારે ચોક્કસપણે તમારા રુટીન લાઈફમાં કેટલાક ટેસ્ટનો સમાવેશ કરવો જોઈએ. આનું કારણ એ છે કે ઘર, પરિવાર અને કારકિર્દીની જવાબદારીઓમાં વ્યસ્ત રહેવાથી, સ્ત્રીઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે.

કેટલીકવાર, શરીરમાં નાના ફેરફારો પણ સામાન્ય માનવામાં આવે છે. તેથી, સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. આ તમને શરીરમાં થઈ રહેલા કોઈપણ ફેરફારોને સમયસર ઓળખવામાં મદદ કરી શકે છે.

30 પછી મહિલાઓએ પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા કેટલીક વખત કોઈ લક્ષણ વગર પણ હોય શકે છે. લાંબા સમય સુધી આને નજરઅંદાજ કરવાથી હાર્ટ અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓનો ખતરો વધી શકે છે.

ફાસ્ટિંગ બ્લડ શુગર અથવા HbA1c ટેસ્ટ કરાવવો ફાયદાકારક છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારું વજન વધારે હોય. પરિવારમાં ડાયાબિટીસ હોય અથવા તમને PCOSની સમસ્યા હોય.

સર્વાઈકલ કેન્સરનો ટેસ્ટ કરાવવો જોઈએ. જેનાથી હ્યુમન પૈપિલોમા વાયરસ વિશે સરળતાથી જાણ થઈ શકે છે. ભારતમાં સરકારી સ્ક્રીનિંગ હેઠળ 30 થી 65 વર્ષની મહિલાઓને દર 5 વર્ષમાં ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

મહિલાઓને પોતાના બ્રેસ્ટમાં થતા ફેરફારને નજર અંદાજ કરવો જોઈએ નહી. બ્રેસ્ટમાં ગાંઠ, નિપ્પલ થી ડિસ્ચાર્જ, સ્કિનમાં બદલાવ અથવા શેપમાં અચાનક ફેરફાર જેવા લક્ષણોને નજરઅંદાજ કરવા નહી, તમે મૈમોગ્રાફી નિયમિત રુપે કરાવી શકો છો.

મહિલાઓને થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. થાઇરોઇડ હોર્મોન્સ શરીરના ચયાપચય, વજન અને પીરિયડ્સને અસર કરે છે. 30 વર્ષની ઉંમર પછી આ સ્થિતિ થવાનું જોખમ વધે છે. તેથી, તમારે દર ત્રણ મહિને થાઇરોઇડ ટેસ્ટ કરાવવો જોઈએ. જો કે, જો તમને કોઈ લક્ષણોનો અનુભવ ન થાય, તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
