AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

લગ્નપ્રસંગે કે રોકાણ માટે સોનું ખરીદવાનું વિચારતા દરેક વ્યક્તિ માટે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે, જેણે આખા માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. એવામાં સવાલ એ છે કે, આગામી વર્ષે એટલે કે વર્ષ 2027 માં સોનાની કિંમતો કયા સ્તરે પહોંચશે?

| Updated on: May 27, 2026 | 5:12 PM
Share
સ્થાનિક બજારમાં સોનાના ભાવ આગામી સમયમાં ઊંચા સ્તરે જળવાઈ રહી શકે છે. ICICI Bank Global Markets ના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 ના બાકીના મહિનાઓમાં સોનું 1.50 લાખ રૂપિયાથી 1.80 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં જોવા મળી શકે છે. વધુમાં, વર્ષ 2027 માં તેની કિંમત 1.60 લાખ રૂપિયાથી 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

1 / 8
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ચાલી રહેલી તેજી અને રૂપિયાની સતત નબળાઈ સ્થાનિક બજારમાં સોનાને ટેકો આપી શકે છે. રિપોર્ટ અનુસાર, સ્થાનિક બજારમાં સોનું આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% મોંઘું થઈ ચૂક્યું છે. જો કે, આની પાછળ ઘણા કારણો છે. રૂપિયામાં અત્યાર સુધીમાં આશરે 7% ની નબળાઈ આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધ્યા છે. આ સિવાય તાજેતરમાં વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટીની સીધી અસર પણ સ્થાનિક કિંમતો પર પડી છે.

2 / 8
રિપોર્ટ પ્રમાણે 13 મે 2026 થી સોના પરની કસ્ટમ ડ્યુટી 6% થી વધારીને 15% કરી દેવામાં આવી છે. આની પૂરેપૂરી અસર હજુ બજારમાં જોવા મળી નથી. આથી ભવિષ્યમાં સોનામાં 2-3% ની વધારાની તેજી હજુ જોવા મળી શકે છે. ICICI Bank Global Markets એ પોતાના અંદાજમાં વર્ષ 2026 દરમિયાન ડોલર સામે રૂપિયાનો સરેરાશ એક્સચેન્જ રેટ 96 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સરેરાશ કિંમત 4,700 ડોલર પ્રતિ ઔંસ (Ounce) ધારી છે. વર્ષ 2027 માટે ડોલર-રૂપિયા એક્સચેન્જ રેટની સરેરાશ 96.50 રૂપિયા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ જ આધારે સ્થાનિક બજારમાં સોનાના સંભવિત ભાવની ગણતરી કરવામાં આવી છે.

3 / 8
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સોનાના ભાવનો આ અંદાજ સંપૂર્ણપણે નક્કી નથી. જો અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને વધુ કડક કરવાનો નિર્ણય લે છે અને વૈશ્વિક બજારમાં સોનાની તેજી અપેક્ષા કરતાં ઓછી રહે છે, તો વર્ષ 2027 સુધીમાં કિંમતોમાં વધારાની ઝડપ ધીમી પડી શકે છે. ટૂંકમાં, આગળ જતાં સોનાની ચાલ ઘણી ખરી અંશે અમેરિકન વ્યાજ દરો અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે.

4 / 8
ભારતમાં એપ્રિલ 2026 દરમિયાન સોનાની આયાત મૂલ્યમાં વાર્ષિક ધોરણે 81% નો વધારો નોંધાયો હતો. જો કે, તેનું મુખ્ય કારણ કિંમતોમાં આવેલી તેજી હતી. વાસ્તવિક માંગમાં નરમાઈ જોવા મળી છે. માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારતે સરેરાશ આશરે 30 ટન સોનાની આયાત કરી હતી, જ્યારે વર્ષ 2025 માં માસિક સરેરાશ આયાત લગભગ 50 ટન હતી. આ સંકેત આપે છે કે, ઊંચા ભાવોને કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે અથવા ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે.

5 / 8
રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં 65% ની જોરદાર તેજી પછી વર્ષ 2026 માં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં લગભગ 5% નો વધારો થયો છે. જો કે, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી સોનાના ભાવમાં આશરે 15% નો ઘટાડો પણ નોંધાયો હતો. આનું મોટું કારણ અમેરિકન ડોલરની મજબૂતાઈ રહ્યું.

6 / 8
રિપોર્ટ પ્રમાણે અમેરિકા ક્રૂડ ઓઈલનો શુદ્ધ નિકાસકાર (Net Exporter) દેશ છે. આથી પશ્ચિમ એશિયાના સંકટની તેની અર્થવ્યવસ્થા પર પ્રમાણમાં ઓછી અસર પડે છે. આવા સમયે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે ડોલર તરફ વળે છે, જેનાથી સોના જેવી અન્ય સંપત્તિઓ (Assets) પર દબાણ વધી જાય છે.

7 / 8
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના આંકડા અનુસાર વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘરેણાંની માંગ 23% ઘટી અને રોકાણની માંગમાં 5% નો ઘટાડો આવ્યો. ગોલ્ડ ETF માં ઓછું રોકાણ પણ આનું એક કારણ રહ્યું. આમ છતાં, સેન્ટ્રલ બેંકોની સોનાની ખરીદી 2% વધી છે. આ જ કારણે સોનાની કુલ માંગમાં 2% નો વધારો નોંધાયો હતો. રિપોર્ટનું માનવું છે કે, સોનાને ટેકો આપનારા લાંબાગાળાના પરિબળો હજી પણ મજબૂત બનેલા છે.

8 / 8

ટાટાનો આ શેર ‘સોના’ જેવો…! ₹5,000 ની સપાટી તોડવા તૈયાર, રોકાણકારો માટે મોટી કમાણીનો સંકેત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">