AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate : રોકાણકારોને ચાંદી-ચાંદી ! સોનું ઉછળ્યું અને ચાંદી પણ રેકોર્ડ સ્તરે પહોંચી

સોમવાર, 14 જુલાઈના રોજ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ વધારો થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ છવાયો છે.

| Updated on: Jul 14, 2025 | 9:12 PM
Share
સોમવાર, 14 જુલાઈના રોજ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં એક દિવસમાં 5000 રૂપિયાનો વધારો થયો અને ત્યારબાદ તેનો ભાવ 1,15,000 રૂપિયા પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો.

1 / 7
યુએસ ડોલરમાં નબળાઈ અને વૈશ્વિક સ્તરે વધતા વેપાર તણાવને કારણે રોકાણકારો સલામત રોકાણ વિકલ્પો તરફ વળ્યા, જેના કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, શનિવારે પણ ચાંદીના ભાવમાં 4,500 રૂપિયાનો વધારો થયો હતો અને તે 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો હતો.

2 / 7
સોનાની વાત કરીએ તો, 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ પણ 200 રૂપિયા વધીને અનુક્રમે 99,570 રૂપિયા અને 99,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા.

3 / 7
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. સ્થાનિક બજારમાં તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 14 વર્ષની ટોચે છે. રોકાણકારો હવે સોનાના વિકલ્પ તરીકે ચાંદી તરફ વળ્યા છે." બીજીબાજુ MCX પર ચાંદીના વાયદા 2,135 રૂપિયા અથવા 1.88 ટકા વધીને 1,15,136 રૂપિયા પ્રતિ કિલોગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.

4 / 7
ઓગસ્ટ ડિલિવરી માટે સૌથી વધુ ટ્રેડ થયેલ સોનાનો કોન્ટ્રેક્ટ 518 રૂપિયા અથવા 0.53 ટકા વધીને 98,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. LKP સિક્યોરિટીઝના VP અને રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "અમેરિકા દ્વારા તેના ટ્રેડિંગ ભાગીદારો પર વધારાના ટેરિફ લાદવા અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે સોનાની માંગમાં વધારો થયો છે."

5 / 7
સ્પોટ સિલ્વર 1.71 ટકા વધીને 39.02 ડોલર પ્રતિ ઔંસ થયું. સ્પોટ ગોલ્ડ પણ નજીવો વધીને 3,371.14 ડોલર પ્રતિ ઔંસ થયો. જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેરે જણાવ્યું હતું કે, "ટેરિફ અંગે વધતી અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન યુદ્ધની શક્યતા અને ETF રોકાણકારો તથા કેન્દ્રીય બેંકો તરફથી વધી રહેલી માંગને કારણે સોનાના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે."

6 / 7
નિષ્ણાતોના મતે, આ અઠવાડિયે બજારની નજર યુએસ, યુકે અને યુરોઝોનના ફુગાવાના ડેટા, છૂટક વેચાણ અને ગ્રાહક સેન્ટિમેટ્સ નજર પર રહેશે, જે બુલિયન (સોના-ચાંદી) ભાવનો ભવિષ્યનો માર્ગ નક્કી કરશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ

અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા

રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

g clip-path="url(#clip0_868_265)">