જીકે ક્વિઝ : ચક્રવાત આવતાની સાથે જ કેમ ધોધમાર વરસાદ પડે છે ? જાણો તેની પાછળનું કારણ
મિચોંગ વાવાઝોડાએ ચેન્નાઈ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. મિચોંગ વાવાઝોડાના કારણે ચેન્નાઈમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે ચક્રવાત આવતાની સાથે જ વરસાદ કેમ શરૂ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે વરસાદ અને ચક્રવાત વચ્ચે શું સંબંધ છે?

મિચોંગ વાવાઝોડાએ ચેન્નાઈ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. મિચોંગ વાવાઝોડાના કારણે ચેન્નાઈમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાત આવતાની સાથે જ વરસાદ કેમ શરૂ થઈ જાય છે ?

ચક્રવાત કોઈ ચોક્કસ જગ્યાએ ઓછા દબાણની સ્થિતિમાં ઉદ્દભવે છે, જેના પરિણામે તે મોટા વિસ્તારોમાંથી હવા ખેંચે છે અને નીચા દબાણવાળા વિસ્તારમાં ભેગી થાય છે, ત્યાર બાદ તે ઉપરની તરફ જવા લાગે છે. આ ઉપર તરફ જતી હવામાં ઘણો ભેજ હોય છે, જે વરસાદી વાદળોમાં ફેરવાય છે અને તોફાન આવે છે.

આ વાદળો એટલા હોય મોટા છે કે, તે પવનની સાથે હજારો ટન પાણી પણ વહન કરે છે. જ્યારે આ તોફાન ત્રાટકે છે ત્યારે તે વિસ્તારમાં જબરદસ્ત તોફાન અને વરસાદ પડે છે.

ચક્રવાતી વરસાદ પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે ગરમ હવા, ઠંડી હવા અને સૂકી હવા મળે છે, ત્યારે પાણીની ઉપરની હવા ગરમ થાય છે અને દબાણ વધવા લાગે છે, જેના કારણે વરસાદ પડે છે.

જ્યારે વાવાઝોડું અતિ ઝડપે જમીન સાથે અથડાય છે, ત્યારે વાદળો અસંતુલિત થઈ જાય છે, જેના કારણે વાદળો પાણીમાં ફેરવાઈ જાય છે અને ભારે વરસાદનું રૂપ ધારણ કરે છે. તેથી, મુશળધાર વરસાદ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ આવે છે. (Image - PTI)
