AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2026: ઓફિસમાં લાવી રહ્યા છો ગણપતિ બાપ્પાની મૂર્તિ? ખરીદતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો

ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફિસમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતી વખતે મૂર્તિની સૂંઢની દિશા, રંગ, મુદ્રા અને સ્થાપના સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટી મૂર્તિની પસંદગીથી બચવા અને સુખ-સમૃદ્ધિ જાળવવા માટે આ મહત્વપૂર્ણ નિયમો જાણો.

| Updated on: Sep 14, 2026 | 6:26 PM
Share
ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આ વર્ષે 14 સપ્ટેમ્બર 2026ના રોજ સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાના ઓફિસમાં ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરે છે, 9 દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરે છે અને દસમા દિવસે જળમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

1 / 12
જો તમે પણ આ વર્ષે તમારા ઓફિસમાં ભગવાન ગણેશની નવી મૂર્તિ લાવવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતાં પહેલાં કેટલાક ખાસ ધાર્મિક નિયમોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. ખોટી મૂર્તિની પસંદગી ઘરના વાસ્તુ અને સુખ-સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આવો જાણીએ ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

2 / 12
સ્થાપનાની દિશા: ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગણેશજીની મૂર્તિને હંમેશાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી અને તેમનું મુખ હંમેશાં ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ ઉપરાંત પશ્ચિમ દિશામાં પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

3 / 12
સૂંઢની યોગ્ય દિશા: જ્યારે પણ બાપ્પાની મૂર્તિ ઓફિસમાં લાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ. આનાથી ઘરમાં સુખ અને ખુશીઓ જળવાઈ રહે છે.

4 / 12
બેઠેલી મુદ્રા: ઘર માટે હંમેશાં બેઠેલા ગણેશજીની અને ઓફિસ કે કાર્યસ્થળ માટે ઊભેલા ગણેશજીની મૂર્તિ લાવવી શુભ ગણાય છે. તેનાથી ક્યારેય ધનની કમી રહેતી નથી.

5 / 12
સિંદૂરી રંગ: સિંદૂરી રંગની ગણેશ પ્રતિમા ખરીદવી શ્રેષ્ઠ છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

6 / 12
દક્ષિણ દિશાથી બચવું: ઘર કે દુકાનમાં ગણેશજીની સ્થાપના કરતી વખતે તેમનું મુખ ક્યારેય દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે.

7 / 12
શાંતિ માટે સફેદ મૂર્તિ: જે ઘરોમાં વારંવાર કલેશ કે કંકાસ થતો હોય, ત્યાં સફેદ રંગની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી ઉત્તમ રહે છે. ઓફિસ માટે પણ સારું માનવામાં આવે છે કારણ કે ત્યાં પણ શાંતિનો માહોલ રહે છે.

8 / 12
એક જ પ્રતિમાની સ્થાપના: ઓફિસમાં માત્ર એક જ ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. વાસ્તુ અનુસાર એક કરતાં વધુ મૂર્તિઓ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘટી શકે છે.

9 / 12
માટીની પ્રતિમા: પ્રતિમા હંમેશાં કુદરતી પથ્થર કે માટીમાંથી બનેલી હોય તો તે વધુ શુભ ફળદાયી માનવામાં આવે છે.

10 / 12
બાપ્પાની પ્રતિમાની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવી? ગણેશજીની પ્રતિમાની સ્થાપના બપોરના સમયે કરવી સૌથી શુભ માનવામાં આવે છે. સ્થાપના દરમિયાન કળશની સ્થાપના પણ અવશ્ય કરવી. કળશમાં આંબાના કે નાગરવેલના પાન મૂકી તેના પર નાળિયેર પધરાવવું. નાળિયેર પર મૌલી (નાડાછડી) અને સિંદૂર અચૂક લગાવવાં.

11 / 12
ત્યારબાદ લાકડાના બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરીને ગણેશ પ્રતિમાને બિરાજમાન કરવી. જ્યાં સુધી બાપ્પા ઓફિસમાં બિરાજમાન રહે ત્યાં સુધી દરરોજ સવારે અને સાંજે સ્નેહીજનો સાથે મળીને ઘીનો દીવો પ્રગટાવી બાપ્પાની આરતી અને વિધિવત પૂજા કરવી.

12 / 12

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Ganesh Chaturthi 2026 : ઘરે જ બનાવો માટીના Eco-Friendly ગણેશજી, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ DIY રીત- જુઓ Video

Ganesh Chaturthi 2026: ચોકલેટથી લઈને માવા સુધી, ગણેશોત્સવમાં બાપ્પા માટે બનાવો 5 અનોખા મોદક, પ્રસાદમાં ઉમેરાશે ખાસ મિઠાશ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">