વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના જળાશયોના દેખાયા તળિયા, વરસાદ ખેંચાતા ડેમોમાં ખૂટ્યો પાણીનો જથ્થો- Video
જામનગર જિલ્લામાં આ સિઝનનો એકદમ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે પહેલેથી જ દુષ્કાળના ભણકારા વચ્ચે વરસાદે પણ હાથતાળી દેતા હવે જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટવા લાગ્યો છે અને પાણી પુરુ પાડતા મુખ્ય ડેમોના પણ તળિયા દેખાવા લાગ્યા છે.
વરસાદની ઘટ વચ્ચે જામનગર માટે ખતરાની ઘંટડી વાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.. ડેમોમાં પાણીનો જથ્થો તળિયે પહોંચ્યો છે.. અને તેવામાં જો હવે વરસાદ નહીં પડે તો શહેરમાં પાણી માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે…
અપૂરતા વરસાદના કારણે જામનગરમાં પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. રણજીતસાગરમાં 27.5 ટકા, ઊંડ-1માં માત્ર 6.11, રસોઈમાં 7.1 અને આજી-3માં 61.33 ટકા પાણી બચ્યું છે. શહેરને રણજીતસાગરથી 40, ઊંડ-1થી 35, આજી-3થી 40 અને નર્મદા આધારિત વ્યવસ્થાથી 10 MLD પાણી મળે છે. પાણી બચાવવા દૈનિક બદલે હવે અનેક વિસ્તારોમાં એકાંતરે અને મર્યાદિત સમય માટે પાણી અપાઈ રહ્યું છે. હાલ નર્મદા અને સૌની યોજના મુખ્ય આધાર છે અને ઊંડ-1 તથા રણજીતસાગરમાં સૌનીનું પાણી ઠાલવવાનું શરૂ થયું છે. વરસાદ નહીં પડે અને પૂરતું પાણી નહીં મળે તો વધુ કાપની શક્યતા છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે પૂરતું પાણી નિયમિત પહોંચાડવામાં આવે.
તો આ તરફ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણીની ઘટ અને વિતરણ મુદ્દે પણ ચર્ચા કરાઈ છે.. ત્યારે હાલ તંત્ર સૌની અને નર્મદા યોજનાના પાણી પર નિર્ભર છે અને ડેમોમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.
સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
