Bigg Boss 20 : બિગ બોસ 20નો સૌથી નાનો સ્પર્ધક બન્યો પહેલા કેપ્ટન, જાણો કોણ છે યંગ
Bigg Boss 20 : બિગ બોસ 20ને યંગ ડીએસએના રુપમાં પહેલો કેપ્ટન મળી ચૂક્યો છે. કેપ્ટન બનવાની સાથે જ યંગે કનિકા માન પર વાર કર્યો છે. 20 વર્ષની યાદોને ઘરે જોઈ તમામ સ્પર્ધકો ભાવુક થયા છે.

બિગ બોસ 20ના ઘરમાં જંગની શરુઆત થઈ ચૂકી છે. પહેલા અઠવાડિયામાં સત્તા, શાખ અને સાજિશોનું એવું કોકટેલ જોવા મળ્યું છે. જેને ચાહકોને સ્ક્રીન પર જોવા મજબુર કર્યા છે.

પહેલા કેપ્ટનસી ટાસ્ક દરમિયાન બધાના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. એક બાજુ ઘરને પોતાનો પહેલો બોસ મળ્યો છે. તો બીજી બાજુ 20 વર્ષની સુંદર યાદોને જોઈને ઘરના મોટા મોટા ધુરંધરો પણ બાળકોની જેમ રડવા લાગ્યા હતા.

પહેલા અઠવાડિયાના કેપ્ટનશીપ ટાસ્કમાં 3 નામ સૌથી આગળ ચાલી રહ્યા હતા. તે રૈપર યંગ ડીએસએ, આસિફ ખાન અને રોડિઝ ફેમ ગુલ્લુ. આ ટાસ્ક દરમિયાન ઘરમાં જૂથવાદ સ્પષ્ટપણે જોવા મળ્યો. ગેમર સ્કાઉટ પુરુષ સ્પર્ધકોની સાથે મળીને પોતાનો મોરચો બનાવતો જોવા મળ્યો. પરંતુ સાચી ટકકર યંગ ડીએસએ અને ટીવી અભિનેત્રી કનિકા માન વચ્ચે થઈ હતી.

ટાસ્ક દરમિયાન જ્યારે સમીકરણ બદલ્યા તો કનિકાએ સ્પષ્ટ શબ્દોમાં યંગને અરીસો બતાવી દીધો હતો.

કનિકાએ કહ્યું યંગને લાગી રહ્યું છે કે, હું તેની સાથે ફ્રેન્ડશીપ નિભાવીશ. પરંતુ રમત દરમિયાન કોઈ પણ ફ્રેન્ડશીપ નિભાવીશ નહી.

યંગ ડીએસએ પુણેના એક જાણીતા રેપર અને હિપ-હોપ કલાકાર છે, જે હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 20' ના પ્રથમ કેપ્ટન છે.તેમના 2024 ના ગીત 'યેડા યુંગ' એ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી.

તેની સરખામણી સોશિયલ મીડિયા પર તેમની દેશી અંદાજ અને સ્ટાઈલની તુલના 'બિગ બોસ 16' ના વિજેતા એમસી સ્ટેન સાથે કરવામાં આવી રહી છે અને ચાહકો તેમને 'એમસી સ્ટેન 2.0' પણ કહી રહ્યા છે.તે 'બિગ બોસ 20' ના સૌથી નાના સ્પર્ધકોમાંના એક તરીકે ઘરમાં પ્રવેશ્યો હતો.
બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો
