High Uric Acid : હાઈ યુરિક એસિડ ઘટાડવામાં અસરકારક છે આ 4 ડ્રિંક !
હાઈ યુરિક એસિડને દવાઓની સાથે કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી પણ નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતોના મતે, એવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

શરીરમાંથી હાઈ યુરિક એસિડ દૂર કરવા માટે, તમારે પહેલા વધુ પાણી પીવાની આદત પાડવી જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો, તેટલું વધુ યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળશે, જેનાથી યુરિક એસિડનું સ્તર નિયંત્રણમાં રહેશે. તમારે દરરોજ 3થી 4 લિટર પાણી પીવું જોઈએ. નિયમિત અંતરાલે પાણી પીતા રહો. (Image Source | iStock)

સાદા પાણીને બદલે લીંબુ પાણી પીવાથી પણ શરીરને ફાયદો મળી શકે છે. લીંબુ ઉચ્ચ યુરિક એસિડ માટે રામબાણ ઉપાય છે. લીંબુમાં વિટામિન સીની નોંધપાત્ર માત્રા હોય છે. જે એસિડિક અસર ઉત્પન્ન કરે છે. જેનાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે. સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પી શકાય છે. (Image Source | iStock)

યુરિક એસિડના સ્તરમાં વધારો ઘટાડવા માટે એપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે, એક ગ્લાસ પાણીમાં 2 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને દિવસમાં બે વાર પીવો. 15 દિવસ સુધી આનો ઉપયોગ કરવાથી યુરિક એસિડનું સ્તર ઘટવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

નિષ્ણાતોના મતે, હાઈ યુરીક એસિડ ધરાવતા દર્દિઓ બેકિંગ સોડાનું પણ સેવન કરી શકે છે. બેકિંગ સોડાને યુરીક એસિડ માટે રામબાણ ઉપાય માનવામાં આવે છે. તમે 1 ગ્લાસ પાણીમાં હાફ ચમચી બેકિંગ સોડાને ભેળવીને તેનું 15 દિવસ સુધી સેવન કરી શકો છો તેનાથી યુરિક એસિડ કંટ્રોલ થવામાં મદદ મળશે. (Image Source | iStock)

જ્યારે યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે તમારા ડાયટમાં અજમાનો ઉપયોગ શરૂ કરો. તમે તમારા ડાયટમાં અજમાનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે અજમાને થોડું શેકીને પાવડર તરીકે ખાઈ શકો છો. આ ઉપરાંત, અજમાનું પાણી યુરિક એસિડ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. જોકે, દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ હોઈ શકે છે તેથી કોઈપણ વસ્તુનું સેવન કરવા પહેલા ડોક્ટરની સલાહ લેવી. (Image Source | iStock)
આ પણ વાંચો, સવારે પેટ સાફ ન થતું હોય તો રાત્રે ખાઓ આ 5 વસ્તુ, કબજિયાતમાં મળશે રાહત
