AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે પોલીસની 'લાલ આંખ' - જુઓ Video

Breaking News: ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે પોલીસની ‘લાલ આંખ’ – જુઓ Video

| Updated on: Sep 11, 2026 | 6:37 PM
Share

સુરતના કોસાડ H-2 વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા. ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો અને સરકારી જમીન પરના દબાણો સામે તંત્રએ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. કોસાડ આવાસના H-2 વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણોને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

આ ડિમોલિશન દરમિયાન નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજું કે, જે વિસ્તારમાં આ ડિમોલિશન હાથ ધરાયું, ત્યાં અસામાજિક તત્વોનો ભારે ત્રાસ હોવાની પણ માહિતી સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને તંત્રએ સંકલન સાથે આ મેગા એક્શન હાથ ધર્યું હતું.

સુરત તંત્રએ ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી જમીનને દબાણમુક્ત કરાવવાનો અને કાયદાનું પાલન કરાવવાનો છે. ગેરકાયદે દબાણ કરનારા લોકોને તંત્રની આ કાર્યવાહીથી મોટો સંદેશ મળ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ હવે સહન કરવામાં આવશે નહીં.

Breaking News: ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ, મકાનમાલિક અને ભાડૂઆત માટે ક્રાંતિકારી બદલાવ – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">