AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2026 : ઘરે જ બનાવો માટીના Eco-Friendly ગણેશજી, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ DIY રીત- જુઓ Video

ગણેશ ચતુર્થી 2026 પર બજારમાંથી લાવવાને બદલે ઘરમાં જ ચીકણી માટી અને સાદા વાસણોની મદદથી સુંદર ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવો. પર્યાવરણને અનુકૂળ આ DIY રીતથી પરિવાર સાથે મળીને સરળતાથી બાપ્પાની મૂર્તિ તૈયાર કરી શકાય છે.

Ganesh Chaturthi 2026 : ઘરે જ બનાવો માટીના Eco-Friendly ગણેશજી, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ DIY રીત- જુઓ Video
| Updated on: Sep 14, 2026 | 6:27 PM
Share

ગણેશ ચતુર્થી પર ઘરમાં ગણપતિ સ્થાપના કરવા માટે લોકોમાં વિશેષ ઉત્સાહ હોય છે. આ વખતે બજારમાંથી મૂર્તિ ખરીદવાને બદલે તમે ઘરે જ માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની નાની પ્રતિમા બનાવી શકો છો. આ માટે તમે ચીકણી માટી (ક્લે) નો ઉપયોગ કરી શકો છો. આ DIY રીત બાળકો અને પરિવાર સાથે મળીને મૂર્તિ તૈયાર કરવાનો ઉત્તમ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, કુદરતી માટીમાંથી બનેલી મૂર્તિ પર્યાવરણની દ્રષ્ટિએ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની મૂર્તિ કરતાં વધુ શ્રેષ્ઠ અને સુરક્ષિત છે.

મૂર્તિ બનાવવા માટે ચીકણી માટી, થોડું પાણી, નાળિયેરનું તેલ અને જરૂર મુજબ એક્રેલિક રંગો રાખો. માટીમાં થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે ગૂંથી લો. જ્યારે માટી નરમ થઈ જાય અને સરળતાથી આકાર પકડી શકે તેવી બને, ત્યારે મૂર્તિ બનાવવાનું શરૂ કરો.

આવી રીતે તૈયાર કરો ગણેશજીનો બેઝ (આસન)

સૌપ્રથમ એક પ્લેટ પર માટીનું જાડું પડ લગાવીને બેઝ તૈયાર કરો. તેની ઉપર થોડું નાનું ગોળ પડ બનાવો. એક નાની વાટકી કે ગ્લાસમાં માટી ભરીને વચ્ચે એક નાનો ઉપસેલો ભાગ બનાવી શરીરનો આકાર આપો. આ સિવાય સૂપની ચમચી (Spoon) ની મદદથી પગનો આકાર સરળતાથી આપી શકાય છે.

આવી રીતે બનાવો હાથ, ચહેરો અને સૂંઢ

હવે માટીની પાતળી પટ્ટી બનાવી વસ્ત્રો (ખેસ) અને ગોળ-લાંબી માટી વાળીને માળા તૈયાર કરો. હાથને યોગ્ય આકાર આપી પાણીની મદદથી બંને બાજુ જોડી દો. ચહેરા માટે માટીનો નાનો ગોળો બનાવો અને અંગૂઠાથી હળવું દબાણ આપી આંખોની જગ્યા બનાવો. વચ્ચે માટી લગાવી સૂંઢ બનાવો અને તેના પર હળવી લાઈનો દોરો. ત્યારબાદ કાન અને છેલ્લે પાઘડી તૈયાર કરો.

જુઓ Video

સાબુદાણાથી મૂર્તિને આપો ફાઇનલ ટચ

મૂર્તિ તૈયાર થઈ જાય પછી પાઘડી અને માળાને સાબુદાણા ચોંટાડીને ડેકોરેટ કરી શકો છો. આ રીતે ઘરના સાદા સામાન અને માટીની મદદથી ગણેશ ચતુર્થી માટે સુંદર ઇકો-ફ્રેન્ડલી ગણપતિ તૈયાર થઈ જશે. મૂર્તિ બનાવતી વખતે ધારદાર સાધનોના બદલે સલામત ઘરગથ્થુ વસ્તુઓનો જ ઉપયોગ કરો.

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

Plant In Pots: પૂરતો સૂર્યપ્રકાશ મળવા છતાં સુકાઈ રહ્યા છે ઇન્ડોર પ્લાન્ટ્સ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">