AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ, મકાનમાલિક અને ભાડૂઆત માટે ક્રાંતિકારી બદલાવ - જુઓ Video

Breaking News: ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ, મકાનમાલિક અને ભાડૂઆત માટે ક્રાંતિકારી બદલાવ – જુઓ Video

| Updated on: Sep 11, 2026 | 5:57 PM
Share

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલું ભાડા વિધેયક 2026 મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે મહત્વપૂર્ણ બદલાવ લાવશે. હવે લેખિત ભાડા કરાર ફરજિયાત બનશે, સિક્યોરિટી ડિપોઝિટ ત્રણ મહિનાથી વધુ નહીં લઈ શકાય અને વિવાદોના ઝડપી નિકાલ માટે નવી વ્યવસ્થા ઊભી કરાશે. આ કાયદો પારદર્શિતા વધારશે.

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં રજૂ કરાયેલું ભાડા વિધેયક 2026 રાજ્યના મકાનમાલિકો અને ભાડૂઆતોના સંબંધોમાં એક મોટો તેમજ ક્રાંતિકારી બદલાવ લાવવા માટે તૈયાર છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ બંને પક્ષોના હિતોનું રક્ષણ કરવાનો અને ભાડા સંબંધિત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

નવા કાયદા હેઠળ, મકાન ભાડે આપવા કે લેવા માટે હવે લેખિત ભાડા કરાર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ કરાર થયાના બે મહિનાની અંદર સત્તાધિકારીને તેની જાણ કરવી પડશે, જેથી સમગ્ર પ્રક્રિયા કાયદેસર અને સુવ્યવસ્થિત રહે.

ભાડૂઆતો માટે રાહતરૂપ નિર્ણય

સિક્યોરિટી ડિપોઝિટ અંગે પણ મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. મકાનમાલિક હવે ભાડુઆત પાસેથી ત્રણ મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. આ જોગવાઈ ભાડૂઆતો પરનો આર્થિક બોજ ઘટાડવામાં મદદ કરશે. એટલું જ નહીં, મકાન ખાલી કર્યા બાદ એક મહિનાની અંદર મકાનમાલિકે આ ડિપોઝિટ પરત કરવી પડશે, જે ભાડૂઆતો માટે એક મોટો નિર્ણય છે.

ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદોના ઝડપી અને ન્યાયિક નિકાલ માટે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ માટે ભાડા સત્તાધિકારી (Rent Authority), ભાડા કોર્ટ (Rent Court) અને ભાડા ટ્રિબ્યુનલ (Rent Tribunal) ની રચના કરવામાં આવશે.

આ વ્યવસ્થા દ્વારા ભાડા, કરાર, સિક્યોરિટી ડિપોઝિટ અને મકાન ખાલી કરવા જેવા મુદ્દાઓમાં થતા વિવાદોનો સમયસર ઉકેલ લાવી શકાશે, જેનાથી બંને પક્ષોને ન્યાય મળી રહે. આ કાયદો ગુજરાતના ભાડા બજારમાં જવાબદારી અને પારદર્શિતા વધારશે તેવી અપેક્ષા છે.

Breaking News : રખડતા શ્વાન મામલે હાઇકોર્ટની ટકોર : દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">