શું તમે પણ Apple Wallet ને જ Apple Pay સમજો છો? જાણો બંનેના અલગ-અલગ કામ અને ઉપયોગ!
Apple Wallet અને Apple Pay એક જ વસ્તુ નથી. Apple Walletમાં કાર્ડ અને ડિજિટલ પાસ સાચવી શકાય છે, જ્યારે Apple Pay દ્વારા આ સપોર્ટેડ કાર્ડનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકાય છે.

ઘણા લોકો Apple Wallet અને Apple Payને એક જ માને છે, પરંતુ બંનેનું કામ અલગ છે. તો જાણો બંને વચ્ચેનો સરળ તફાવત. (Image Source | iStock)

Apple Wallet તમારા iPhone અથવા Apple Watch માં રહેલી ડિજિટલ વોલેટ એપ છે. તેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બોર્ડિંગ પાસ, મૂવી ટિકિટ, ઇવેન્ટ પાસ, લોયલ્ટી કાર્ડ અને સપોર્ટેડ ID જેવા ડિજિટલ પાસ સાચવી શકો છો. (Image Source | iStock)

Apple Wallet નો મુખ્ય ઉપયોગ તમારા જરૂરી કાર્ડ અને ડિજિટલ પાસને એક જ જગ્યાએ રાખવા અને જરૂર પડે ત્યારે સરળતાથી એક્સેસ કરવા માટે થાય છે. એટલે Apple Wallet નો ઉપયોગ માત્ર પેમેન્ટ માટે જ નથી. (Image Source | iStock)

Apple Pay, Apple ની ડિજિટલ પેમેન્ટ સર્વિસ છે. તેનો ઉપયોગ સ્ટોર, એપ અને સપોર્ટેડ ઓનલાઈન જગ્યાએ સુરક્ષિત અને પેપરલેસ પેમેન્ટ કરવા માટે થઈ શકે છે. (Image Source | iStock)

Apple Pay માં પેમેન્ટ કરતી વખતે Apple Wallet માં ઉમેરેલા સપોર્ટેડ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય છે. કોન્ટેક્ટલેસ અથવા તો પેપરલેસ પેમેન્ટ માટે NFC ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. (Image Source | iStock)

Apple Wallet અને Apple Pay એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ બંને એક જ વસ્તુ નથી. Wallet માં કાર્ડ ઉમેર્યા પછી, સપોર્ટેડ હોય ત્યાં તેનો ઉપયોગ Apple Pay મારફતે પેમેન્ટ માટે કરી શકાય છે. (Image Source | iStock)
આ પણ વાંચો, તમારા ફોનની પ્રાઇવસી ખતરામાં? જાણો સ્ક્રીન પર લીલા, નારંગી અને વાદળી રંગના ડોટ દેખાવાનું સાચું કારણ
