AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિટર્ન ઓછું જોઈને સોનાથી મોં ન ફેરવતા, માર્કેટ એક્સપર્ટ્સની રોકાણકારોને ‘ખાસ સલાહ’

વર્ષ 2025 માં રોકાણકારોને 63 ટકાનું બમ્પર રિટર્ન આપનાર સોનાની ચાલ આ વર્ષે અચાનક ધીમી પડી ગઈ છે. ઓગસ્ટ સુધી સોનામાં માત્ર 2 ટકા રિટર્ન મળતાં જ રોકાણકારોમાં નિરાશા છવાઈ ગઈ છે પરંતુ શું હવે સોનામાંથી પૈસા કાઢી લેવા જોઈએ? જો કે, એક નવા એસેટ એલોકેશન આઉટલુક મુજબ સોનાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

| Updated on: Sep 11, 2026 | 7:47 PM
Share
સોનાએ વર્ષ 2025 માં રોકાણકારોને 63 ટકા વળતર (રિટર્ન) આપ્યું હતું. જો કે, હવે એટલે વર્ષ 2026 માં સોનાની ચાલ ધીમી પડી ગઈ છે. આ વર્ષે ઓગસ્ટ સુધી સોનાનું વળતર માત્ર 2 ટકા છે. આનાથી રોકાણકારો નિરાશ છે પરંતુ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડનું કહેવું છે કે, પોર્ટફોલિયોમાં ગોલ્ડને ઉમેરવું જરૂરી છે. તેમણે સપ્ટેમ્બર 2026 એસેટ એલોકેશન આઉટલુકમાં આ અંગે જણાવ્યું છે.

1 / 7
કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે શેર્સ પર પોતાનું વલણ ન્યુટ્રલ રાખ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું એ પણ માનવું છે કે, આગળ સોનામાં વર્ષ 2026 જેવી તેજી પાછી આવવા અંગે સંશય છે. રોકાણકારો માટે કોટકની રિપોર્ટનો મતલબ એ નથી કે, 'સોનું' શેરની જગ્યા લઈ લેશે. આનો અર્થ ફક્ત એ છે કે, એસેટ એલોકેશનમાં ઇક્વિટી અને ડેટની સાથે સોનાની પણ જગ્યા છે.

2 / 7
કોટકે એક એવા પોર્ટફોલિયો વિશે જણાવ્યું છે કે, જેમાં નિફ્ટી TRI 55 ટકા, નિફ્ટી શોર્ટ ડ્યુરેશન ડેટ ઈન્ડેક્સ 30 ટકા અને ડોમેસ્ટિક ગોલ્ડ 15 ટકા છે. આ પોર્ટફોલિયોએ પાંચ વર્ષ દરમિયાન 12.23 ટકા વળતર આપ્યું છે. આ દરમિયાન નિફ્ટી 50 TRI નું વળતર 10.93 ટકા રહ્યું છે.

3 / 7
જો ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો, આ પોર્ટફોલિયોએ 11.20 ટકા વળતર આપ્યું છે, જ્યારે નિફ્ટી 50 TRI નું વળતર 7.33 ટકા રહ્યું છે. 7 વર્ષમાં બંનેનું વળતર 13.50 ટકા રહ્યું છે. 10 વર્ષમાં પોર્ટફોલિયોનું વળતર 11.96 ટકા રહ્યું છે, જ્યારે નિફ્ટી 50 TRI નું વળતર 11.95 ટકા રહ્યું છે.

4 / 7
આનાથી ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો અને ફક્ત ઇક્વિટી વાળા પોર્ટફોલિયોના વળતર વચ્ચેનો તફાવત ખબર પડે છે. માસિક રૂ. 10,000 SIP માં ઇક્વિટીની ભાગીદારી 55 ટકા, શોર્ટ ડ્યુરેશન ડેટની ભાગીદારી 30 ટકા અને સોનાની ભાગીદારી 15 ટકા હોય તેવા પોર્ટફોલિયોએ એક વર્ષમાં 3.98 ટકા વળતર આપ્યું છે, જ્યારે નિફ્ટી 50 TRI નું વળતર આ દરમિયાન -3.01 ટકા છે.

5 / 7
હવે આનો અર્થ એ ન કાઢવો જોઈએ કે, ફક્ત ગોલ્ડનું પ્રદર્શન શેરો કરતાં સારું રહ્યું છે. પોર્ટફોલિયોમાં 30 ટકા ભાગીદારી શોર્ટ ડ્યુરેશન ડેટની પણ છે. પોર્ટફોલિયો ત્રણેય એસેટ ક્લાસનું પ્રદર્શન દર્શાવે છે. કોટકના આઉટલુકમાં સોના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવવામાં આવ્યું છે.

6 / 7
પહેલું, ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદી વધારી છે. બીજું, ચીન પણ ગોલ્ડમાં ખાસ્સું રોકાણ કરી રહ્યું છે. આનો મતલબ એ નથી કે, રોકાણકારોએ શેરોની જગ્યાએ સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. સોનાનું વળતર વર્ષ 2025 માં 63 ટકા રહેવાનો અર્થ એ નથી કે, આગળ પણ તેનું વળતર આટલું જ રહેશે. આનો મતલબ ફક્ત એ છે કે, પોર્ટફોલિયોમાં શેર અને ડેટની સાથે ગોલ્ડને પણ જોડવું જરૂરી છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આજે સોનામાં ₹50,000 રોકશો તો વર્ષ 2036 માં કેટલા થશે? સમજો 10 વર્ષના રિટર્નનું સંપૂર્ણ ગણિત

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">