Breaking News : જો ભારત ‘મહિલા એશિયા કપ’ જીતે છે, તો તેમને ન તો ટ્રોફી મળશે કે ન તો પૈસા, આ છે કારણ!
મહિલા એશિયા કપની ફાઈનલ 13 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ખિતાબ જીતવા પર પૈસા નહી મળે તો આની પાછળ કારણ શું છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતે એન્ટ્રી કરી લીધી છે. સેમિફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 40 રનના મોટા અંતરથી હરાવ્યું હતુ. આ જીત પછી હવે ચાહકોને આશા છે કે, ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જીતશે. પરંતુ ખિતાબી ટક્કર પહેલા એક ચોંકાવનારી વાત સામે આવી છે.

શું તમે જાણો છો કે, ટીમ ઈન્ડિયા જો મહિલા એશિયા કપ જીતી જાય છે. તો ન તો હાથમાં જીતની રકમ આવશે. ન તો ટ્રોફી મળશે. આ વાતથી તમારે ચોંકી જવાની જરુર નથી. બીસીસીઆઈ એશિયા કપની જીતેલી રકમ લેતી નથી. આ પૈસા તે બીજા બોર્ડને સારા બનાવવા આપે છે.

જો આપણે વાત કરીએ એશિયા કપની ટ્રોફીની તો આ મળવી મુશ્કેલ છે. કારણ કે, રિપોર્ટ મુજબ પીસીબી ચીફ મોહસિન નકવી આ ટ્રોફીને આપવા માટે દુબઈ પહોંચવાના છે. મોહસિન નકવીના હાથથી પુરુષ એશિયા કપમાં પણ ટ્રોફી લીધી ન હતી.

બની શકે મહિલા ટીમ પણ આવું કરે. મોહસિન નકવીએ ભારતને ટ્રોફી આપી ન હતી અને મહિલા ટીમને પણ આવી કરી શકે છે.

ટીમ ઈન્ડિયાએ મોહસિન પાસેથી ટ્રોફી ન લેવાના નિર્ણય ઓપરેશન સિંદુર પછી લીધો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ હતી. ભારતીય ટીમે મોહસિન નકવી અને પાકિસ્તાની ખેલાડીઓના હાથ ન લેવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, મોહસિન નકવી પાકિસ્તાનના મંત્રી પણ છે, તેમણે ભારત વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા.

એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ટ્રોફી મળશે કે, નહી તે સમય બતાવશે. હાલમાં તેનો સામનો પાકિસ્તાન સાથે થશે કે નહી તે એક સવાલ છે.

તમને જણાવી દઈએ કે, મહિલા એશિયા કપની બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટકકર છે. જે ટીમ જીતશે. તે ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ રમશે. ( ALL PC-GETTY IMAGES)
Breaking News: ટીમ ઈન્ડિયાએ જેટલી સિક્સ ફટકારી તેટલી 7 ટીમો સાથે મળીને પણ બરાબરી કરી શકી નહી અહી ક્લિક કરો
