Stock Market: 22 ડિસેમ્બરથી સેન્સેક્સ બદલાશે! ઇન્ડેક્સમાં મોટા ફેરફારો થશે, શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે
BSE એ ઇન્ડેક્સમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ જાહેરાતથી શેરબજારમાં વધારે હલચલ જોવા મળી શકે છે. જો કે, આ ફેરફારો રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

BSE એ 22 ડિસેમ્બરથી અમલમાં આવતા ઇન્ડેક્સમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. સેન્સેક્સમાં ઇન્ડિગો ઉમેરવામાં આવશે, જ્યારે ટાટા મોટર્સ પીવીને બહાર કરવામાં આવશે. BSE 100, સેન્સેક્સ 50 અને સેન્સેક્સ નેક્સ્ટ 50 સહિત બીજા ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે.
બીજા કયા ફેરફાર થઈ શકે છે?
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન) હવે શેરબજારના સૌથી પ્રતિષ્ઠિત ઇન્ડેક્સ BSE સેન્સેક્સનો ભાગ બનવા માટે તૈયાર છે. BSE ઇન્ડેક્સ સર્વિસિસે શનિવારે જાહેરાત કરી હતી કે, સેન્સેક્સમાં ફેરફારો 22 ડિસેમ્બરથી અમલમાં આવશે.
ઇન્ડિગોનો પ્રવેશ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે, કારણ કે સેન્સેક્સમાં તેનો સમાવેશ કંપનીની સ્થિરતા અને બજારમાં મજબૂત પ્રદર્શનને દર્શાવે છે.
22 ડિસેમ્બરથી અમલમાં આવનારી સેન્સેક્સની 30-શેરની યાદીમાં ઇન્ડિગોનો સમાવેશ કરવામાં આવશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડને પણ ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. આ ફેરફારો BSE ની નિયમિત ઇન્ડેક્સ સમીક્ષાનો ભાગ છે.
બીજા ઇંડેક્સ પણ બદલાયા!
- BSE 100 Index માં IDFC ફર્સ્ટ બેંકને જોડવામાં આવશે, જે Adani Green Energy ને રિપ્લેસ કરશે.
- BSE Sensex 50 માં Max Healthcare Institute Ltd નો સમાવેશ થશે, જ્યારે IndusInd Bankને બહાર કરી દેવામાં આવશે.
- BSE Sensex Next 50 માં પણ બદલાવ જોવા મળ્યો છે. અહીં IndusInd Bank અને IDFC First Bank ને સ્થાન મળ્યું છે, જ્યારે Max Healthcare અને Adani Green Energy ને હટાવવામાં આવ્યા છે.
આ બદલાવનો અસર સંબંધિત કંપનીઓના શેરમાં જોવા મળી શકે છે. આ પરથી કહી શકાય કે, જણાવેલ કંપનીઓના સ્ટોકમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે.
