દુનિયાની પ્રથમ CNG બાઇકનો જોરદાર ક્રેઝ…6 મહિનામાં વેચાયા આટલા બાઈક
બજાજ ઓટોએ માત્ર દુનિયાની પ્રથમ CNG બાઇક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. બજાજની આ CNG મોટરસાઇકલ ફ્રીડમ 125 લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. Bajaj Freedom 125 ગયા વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 6 મહિનામાં આ બાઈક ખરીદવા માટે લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળ્યો છે.

બજાજ ઓટોએ માત્ર દેશની જ નહીં દુનિયાની પ્રથમ CNG બાઇક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. બજાજની આ CNG મોટરસાઇકલ ફ્રીડમ 125 લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. Bajaj Freedom 125 ગયા વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.

Bajaj Freedom 125 બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - NG04 ડિસ્ક LED, NG04 ડ્રમ LED અને NG04 ડ્રમ. આ બજાજ બાઇકમાં પાંચ રંગ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ CNG બાઇકની એક્સ-શોરૂમ કિંમત 89,997 રૂપિયાથી શરૂ થાય છે અને 1,09,997 રૂપિયા સુધી જાય છે.

Bajaj Freedom 125 સીસી, 4-સ્ટ્રોક, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે. આ બાઇકનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. આ એન્જિન 8,000 rpm પર 9.5 PS પાવર અને 5,000 rpm પર 9.7 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

આ એન્જિન સાથે આ મોટરસાઇકલ 330 કિલોમીટરની રેન્જ અને 91 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપવાનો દાવો કરે છે. બજાજની આ CNG બાઇકમાં 2 લિટર પેટ્રોલ ભરવાની ક્ષમતા પણ છે. જરૂર પડ્યે બજાજની આ CNG બાઇકને પેટ્રોલ મોડમાં પણ ચલાવી શકાય છે.

આ બાઇકની ટોપ સ્પીડ CNG મોડમાં 90.5 કિમી પ્રતિ કલાક અને પેટ્રોલ મોડમાં 93.4 કિમી પ્રતિ કલાક છે. આ બજાજ બાઇક CNG મોડમાં 200 કિમી અને પેટ્રોલ મોડમાં 130 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે.

દેશની પ્રથમ CNG બાઈકને લોન્ચ થયાના 6 મહિનામાં તેને ખરીદવા માટે લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓટોકાર પ્રોફેશનલના રિપોર્ટ મુજબ, છેલ્લા છ મહિનામાં આ બાઈકના 40 હજારથી વધુ યુનિટ વેચાયા છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































