ના દિલ્હી, ના મુંબઈ…ભારતના આ શહેરમાં આવી હતી પ્રથમ કાર, જાણો કોણ હતું ખરીદનાર?
આજે તમે ભારતના કોઈપણ મોટા કે નાના શહેરમાં જશો તો તમને રસ્તાઓ પર અગણિત કાર દોડતી જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પહેલીવાર કાર કયા શહેરમાં આવી હતી ? આ ઉપરાંત કાર ખરીદનાર પ્રથમ ભારતીય કોણ હતા તેના વિશે પણ આજે અમે તમને માહિતી આપીશું.

આજે તમે ભારતના કોઈપણ મોટા કે નાના શહેરમાં જશો તો તમને રસ્તાઓ પર અગણિત કાર દોડતી જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પહેલીવાર કાર કયા શહેરમાં આવી હતી ?

ભારતમાં પ્રથમ કાર વર્ષ 1897માં આવી હતી. એ સમયે ભારતનું શહેર કોલકાત્તા તેના ઉદ્યોગ માટે જાણીતું હતું. આ જ કારણ છે કે તે સમયના કલકત્તામાં દેશની પ્રથમ કાર આવી હતી.

મિડીયા રિપોર્ટ અનુસાર, ભારતની પ્રથમ કાર વર્ષ 1897માં ખરીદવામાં આવી હતી. આ કાર ફ્રાન્સની DeDion કંપનીની હતી. આ કાર ક્રોમ્પટન ગ્રીવ્ઝ કંપની સાથે સંકળાયેલા ફોસ્ટર નામના અંગ્રેજે ખરીદી હતી.

ભારતમાં આવનાર પ્રથમ કાર વિશે તો જાણ્યું, પરંતુ શું તમે જાણો છો કે કાર ખરીદનાર પ્રથમ ભારતીય કોણ હતા ? તો એ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા હતા.

ભારતમાં આવનાર પ્રથમ કાર વિશે તો જાણ્યું, પરંતુ શું તમે જાણો છો કે કાર ખરીદનાર પ્રથમ ભારતીય કોણ હતા ? તો એ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા હતા.
