AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્યસભામાં પણ પેપર લીક વિરોધી બિલ પાસ, હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે

રાજ્યસભા દ્વારા જાહેર પરીક્ષાઓ (અન્યાયી ઉપાયો નિવારણ) સુધારા બિલ, 2026 પસાર કરાયું. આ બિલ પેપર લીક અને ગેરરીતિ અટકાવવા કડક જોગવાઈઓ ધરાવે છે, જેમાં 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડનો સમાવેશ થાય છે.

Breaking News : રાજ્યસભામાં પણ પેપર લીક વિરોધી બિલ પાસ, હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે
| Updated on: Jul 30, 2026 | 10:39 PM
Share

લોકસભામાં પસાર થયાના એક દિવસ બાદ રાજ્યસભાએ પણ ગુરુવારે જાહેર પરીક્ષાઓ (અન્યાયી ઉપાયો નિવારણ) સુધારા બિલ, 2026 ધ્વનિ મતથી પસાર કરી દીધું. વિપક્ષના હોબાળા અને વોકઆઉટ વચ્ચે બિલને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે અને મંજૂરી મળ્યા બાદ તે સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

રાજ્યસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે લોકસભામાં આ બિલ પર લગભગ 10 કલાક સુધી વિસ્તૃત ચર્ચા થઈ હતી. અનેક વિક્ષેપો છતાં ચર્ચા પૂર્ણ થયા બાદ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે તે જ બિલ રાજ્યસભામાં પણ મંજૂર થઈ ગયું છે, જે જાહેર પરીક્ષાઓની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે સતત સુધારા કરી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) જેવી સંસ્થાની કલ્પના વર્ષ 1992માં કરવામાં આવી હતી અને ત્યારબાદ અનેક સમિતિઓએ તેની ભલામણ કરી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેનો અમલ કર્યો. તેમણે આશા વ્યક્ત કરી કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાના આ પ્રયાસને તમામ પક્ષોનું સમર્થન મળશે.

બીજી તરફ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે માત્ર સજા અને દંડની જોગવાઈ કડક બનાવવાથી પેપર લીકની સમસ્યાનો અંત આવશે નહીં. તેમણે દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં 152 પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થયા હોવા છતાં જવાબદાર લોકો સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમના મતે, વિદ્યાર્થીઓના વિરોધ અને જાહેર દબાણના કારણે સરકારને આ સુધારા બિલ લાવવાની ફરજ પડી છે.

પેપર લીક કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ

સુધારા બિલમાં પેપર લીક અને જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ કરનારાઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ અનુસાર, દોષિત વ્યક્તિને વધુમાં વધુ 10 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે સંગઠિત રીતે કરવામાં આવેલા પેપર લીક અથવા પરીક્ષા સંબંધિત ગુનાઓમાં ઓછામાં ઓછી 7 વર્ષની સજા અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે.

તપાસ અને ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવા ખાસ વ્યવસ્થા

બિલ હેઠળ કેન્દ્ર સરકારને પેપર લીક અને પરીક્ષા સંબંધિત ગુનાઓની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઉપરાંત, નવી કલમ 12A મુજબ તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવા કેસોની દૈનિક સુનાવણી માટે સેશન્સ કોર્ટને સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમજ દરેક ફાસ્ટ-ટ્રેક કોર્ટ માટે વિશેષ જાહેર અભિયોજક (Special Public Prosecutor)ની નિમણૂક પણ કરવામાં આવશે.

આ સુધારા બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા વધારવો, પેપર લીક જેવી ગેરરીતિઓ પર કડક નિયંત્રણ લાવવું અને વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો છે.

ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં, તબીબો સસ્પેન્ડ, જુઓ Video

Follow Us
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
g clip-path="url(#clip0_868_265)">