AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ચલણ રૂપીયાને મજબૂત કરશે રશિયા, અમેરિકી પ્રતિબંધો વચ્ચે બાંગ્લાદેશ સાથે રૂપિયામાં વેપાર કરવાની તૈયારી

ડોલર આધારિત લેવડદેવડ મુશ્કેલ બનતા રશિયાએ બાંગ્લાદેશ સામે ભારતીય રૂપિયામાં વેપાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી ભારતીય ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી મળશે.

ભારતીય ચલણ રૂપીયાને મજબૂત કરશે રશિયા, અમેરિકી પ્રતિબંધો વચ્ચે બાંગ્લાદેશ સાથે રૂપિયામાં વેપાર કરવાની તૈયારી
| Updated on: Jul 30, 2026 | 9:50 PM
Share

રશિયા હવે બાંગ્લાદેશ સાથે પોતાના કારોબારને ભારતીય રૂપિયા દ્વારા આગળ વધારવાની તૈયારીમાં લાગી ગયું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોએ રશિયન બેંકોને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાંથી લગભગ બહાર કરી દીધી છે, જેના કારણે ડોલર આધારિત લેવડદેવડ કરવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં મોસ્કોએ ડોલરના વિકલ્પ તરીકે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ બાંગ્લાદેશ સમક્ષ મૂક્યો છે. સાથે જ બંને દેશો વચ્ચે એક સ્વતંત્ર પેમેન્ટ સિસ્ટમ બનાવવા અને ઢાકામાં રશિયન બેંકની શાખા ખોલવાની યોજના પણ સામે આવી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી બંને દેશો વચ્ચેના વેપારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, અને હવે નવી પેમેન્ટ વ્યવસ્થા દ્વારા આ કારોબારને ફરી ઝડપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સિવાય રશિયા સસ્તા દરે યુરિયા ખાતરનો પુરવઠો અને સરળ ચૂકવણીની શરતોનો પ્રસ્તાવ પણ આપી રહ્યું છે, જેનાથી બાંગ્લાદેશને સીધો ફાયદો થઈ શકે છે. આગામી મહિનાઓમાં બંને દેશો વચ્ચે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ તમામ પ્રસ્તાવ પર વિગતવાર વાતચીત થવાની અપેક્ષા છે.

રશિયાની મજબૂરી અને ભારતીય રૂપિયાની એન્ટ્રી

અમેરિકી પ્રતિબંધોએ રશિયાની બેંકિંગ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ અલગ કરી દીધી છે. આ જ કારણે પરંપરાગત રીતોથી રશિયાને પૈસા મોકલવા કે ત્યાંથી પૈસા મંગાવવા બાંગ્લાદેશ માટે પડકારરૂપ બની ગયું છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે રશિયાએ ભારતીય રૂપિયાને વૈકલ્પિક ચૂકવણીના માધ્યમ તરીકે વાપરવાનું સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા પહેલાથી જ કોઈ ઔપચારિક કરન્સી કરાર વિના પોતાના દ્વિપક્ષીય વેપારનો એક હિસ્સો રૂપિયામાં ચૂકવે છે. બાંગ્લાદેશ પણ મર્યાદિત પ્રમાણમાં ભારત સાથે રૂપિયામાં લેવડદેવડ કરે છે. આ અનુભવને આધારે રશિયા ઈચ્છે છે કે બાંગ્લાદેશ સાથે પણ આવી જ વ્યવસ્થા લાગુ કરવામાં આવે. બાંગ્લાદેશના આર્થિક સંબંધોના વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ પર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી દ્વિપક્ષીય કમિશનની બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

યુદ્ધ પછી અડધો રહી ગયો વેપાર

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પહેલા બાંગ્લાદેશ દર વર્ષે રશિયાને 50 કરોડ ડોલરથી વધુની નિકાસ કરતું હતું. પરંતુ પ્રતિબંધો અને ચૂકવણી સંબંધિત સમસ્યાઓને કારણે આ આંકડો ઘણો નીચે આવી ગયો. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈથી મે વચ્ચે બાંગ્લાદેશે રશિયાને માત્ર 24.5 કરોડ ડોલરનો જ સામાન મોકલ્યો છે, એટલે કે વેપાર અડધાથી પણ ઓછો થઈ ગયો છે. આમ છતાં બાંગ્લાદેશ હજુ પણ રશિયા પાસેથી ખાતર અને ઘઉં જેવી જરૂરિયાતો મંગાવી રહ્યું છે.

આ પહેલ પાછળનું એક મોટું કારણ રુપપુર અણુઉર્જા પ્લાન્ટ માટે લેવામાં આવેલી લોન પણ છે, જેના હપ્તા બાંગ્લાદેશ પ્રતિબંધોના કારણે સમયસર ચૂકવી શકતું નથી. શરૂઆતમાં ચીની યુઆનમાં ચૂકવણીનો વિકલ્પ અજમાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રતિબંધોના ડરથી બાંગ્લાદેશી અને ચીની બેંકોએ તેમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. હાલમાં વચગાળાની વ્યવસ્થા તરીકે લોનના હપ્તા સોનાલી બેંકમાં રશિયાના નામે ખુલેલા ખાતામાં જમા થઈ રહ્યા છે, પરંતુ આ રકમ હજુ સુધી રશિયા સુધી પહોંચી શકી નથી. આ જ ગૂંચવણ ઉકેલવા માટે બંને પક્ષો હવે વૈકલ્પિક પેમેન્ટ સિસ્ટમ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

સસ્તું યુરિયા અને સરળ ચૂકવણી: બાંગ્લાદેશને શું મળશે?

વેપારી સંબંધોને નવી મજબૂતી આપવા માટે રશિયાએ બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ કરતાં લગભગ 10 ડોલર પ્રતિ ટન ઓછી કિંમતે આશરે 2 લાખ 80 હજાર ટન યુરિયા ખાતર આપવાની ઇચ્છા દર્શાવી છે. આ પ્રસ્તાવ બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રી અને ઢાકામાં સ્થિત રશિયન રાજદૂત વચ્ચેની બેઠકમાં સામે આવ્યો હતો. આ સિવાય રશિયાએ સૂર્યમુખી તેલ, ઘઉં, ચણા અને વિવિધ કઠોળનો પુરવઠો વધારવામાં પણ રસ દાખવ્યો છે.

બીજી તરફ બાંગ્લાદેશ તરફથી આ બેઠકમાં ટેકનોલોજી ટ્રાન્સફરને સૌથી ટોચ પર રાખવામાં આવશે. ઢાકા, રિન્યુએબલ એનર્જી, વીજ ઉત્પાદન, ઉર્જા સુરક્ષા, ઈ-કોમર્સ, ડિજિટલ ઇકોનોમી, કૃષિ, ખાદ્ય સુરક્ષા, ટેકનિકલ શિક્ષણ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રસ્તાવ પણ મૂકશે. એકંદરે, પ્રતિબંધોનો સામનો કરી રહેલું રશિયા હવે ભારતીય રૂપિયાના સહારાથી બાંગ્લાદેશ સાથેના પોતાના આર્થિક સંબંધોને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Adani Airports: અદાણી ગ્રુપ કોઈ એરલાઇન નહીં લાવે, અદાણી એન્ટરપ્રાઇઝે અફવાઓ પર વિરામ મૂક્યો

Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
g clip-path="url(#clip0_868_265)">