Ranveer Allahabadia: શું રણવીર અલ્હાબાદિયા ‘ગૌમાસ’ ખાય છે? જૂના ટ્વીટ થઈ રહ્યા વાયરલ
અભિનેત્રી ગીતાંજલિ મિશ્રા સોશિયલ મીડિયા પર રણવીર અલ્હાબાદિયાની એક જૂની પોસ્ટને શેર કરી છે જેમાં રણવીર ગૌમાસ ખાવાનો પ્રચાર કરી રહ્યો છે.

રણવીર અલ્હાબાદિયાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યારથી સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં વાંધાજનક અને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે ત્યારથી તેને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ જોરદાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે એક અભિનેત્રીએ રણવીરના જૂના ટ્વીટ હાઈલાઈટ કરીને બતાવ્યા છે.

અભિનેત્રી ગીતાંજલિ મિશ્રા સોશિયલ મીડિયા પર રણવીર અલ્હાબાદિયાની એક જૂની પોસ્ટને શેર કરી છે જેમાં રણવીર ગૌમાસ ખાવાનો પ્રચાર કરી રહ્યો છે. ફેસબુક પર પોસ્ટ કરતાં તેણે લખ્યું કે માફી ભૂલ માટે છે, ગુનાહ માટે નહીં. આ સાથે અભિનેત્રીએ રણવીર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. તેણે રણવીરની કેટલીક ટ્વિટર પોસ્ટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે, જેમાં તેણે બીફ સાથે જોડાયેલી વાતો કહી છે.

તેણીની પોસ્ટમાં રણવીરની ટીકા કરતા ગીતાંજલિએ લખ્યું, “ક્ષમા ભૂલો માટે છે, પરંતુ ગુનાઓ અને દુષ્કૃત્યો માટે નહીં…! કોમેડીના નામે આ કન્ટેન્ટ ક્રિએટર્સ યુવા પેઢીને ડોર્ક ડ્રગ્સ પીરસી રહ્યા છે, તેમને આકરી સજા થવી જોઈએ. તેઓ કેન્સર કરતા પણ વધુ ખતરનાક રોગ ફેલાવી રહ્યા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેનાથી પણ વધુ ભયંકર!

તમે જોઈ શકો છો રણવીરના ઘણા બધા ટ્વીટ આમાં સામેલ છે જે પુરવાર કરી રહ્યા છે તે ગૌમાસ ખાવાને પ્રોત્સાહન આપી રહ્યો છે. ત્યારે આ ટ્વિટ જોઈને સોશિયલ મીડિયા સ્તબ્ધ થઈ ગયું છે.

હાલ સોશિયલ મીડિયામાં રણવીર માતા-પિતાના સંબંધો પર ગંદી વાતે ટ્રોલ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ તે ઈન્ટરનેશનલ શોથી પ્રભાવિત થઈને આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાદ રણવીરે માફી પણ માંગી પણ હજુ લોકોનો ગુસ્સો શાંત થયો નથી અને હવે આ ગૌ માસની વાતે ફરી લોકોને હેરાન કરી દીધા છે.
Ranveer Allahbadiaની ‘ગંદી વાતે’ સર્જ્યો વિવાદ ! માતા-પિતાના સબંધો પર કરી કમેન્ટ-Video Viral
