Dimple On Waist : પીઠના ભાગે તમને પણ છે 2 ડિમ્પલ ? શું છે તેનો અર્થ અને કેમ થાય છે જાણો અહીં
તમે જોયું હશે કે કેટલીક છોકરીઓ અને છોકરાઓની કમર પર બે નાના ખાડા હોય છે. શું તમે જાણો છો કે આનું કારણ શું છે અને તેનો અર્થ શું થાય છે?

તમે જોયું હશે કે કેટલાક લોકોને ગાલ પર ડિમ્પલ પડે છે. જે ખુબ જ સુંદર દેખાય છે. પણ કેટલાક લોકોને તેવા જ ડિમ્પલ પીઠના ભાગે જોવા મળે છે. છોકરીઓ અને છોકરાઓની કમર પર બે નાના ખાડા જેવું નિશાન હોય છે. તો શું તમે જાણો છો કે પીઠ પર આ ડિમ્પલ કેમ હોય છે અને તેનું શું અર્થ થાય છે, જો નહીં તો ચાલો જાણીએ

કમર પરના આ બે ડિમ્પલને શુક્રના ડિમ્પલ્સ કહેવામાં આવે છે. એવું નથી કે આ ફક્ત સ્ત્રીઓમાં જ જોવા મળે છે, કેટલાક પુરુષોની પીઠ પર પણ આવા નિશાન હોય છે. જો આપણે શરીરની રચના પર નજર કરીએ, તો આ તે સ્થાન પર છે જ્યાં પેલ્વિસ અને સ્પાઇન એકબીજાને મળે છે. આ જગ્યાએ ત્વચા કરોડરજ્જુ સાથે પણ જોડાયેલી હોય છે.

તે ડિમ્પલ પીઠ પર થવાનું કારણ શું છે તે જણાવીએ તો તે પેલ્વિસ અને ત્વચા વચ્ચેના લિગામેન્ટના કારણે થાય છે અને સ્વાસ્થ્ય પર તેની કોઈ ખરાબ અસર થતી નથી. એટલે કે તે કોઈ પણ રીતે શરીરને નુકસાન પહોંચાડતા નથી.

એવા ઘણા લોકો છે જેમની પીઠ પર આવા ડિમ્પલ હોય છે. આ ડિમ્પલને ડીમ્પલ્સ ઓફ વિનસ અથવા વિનસ હોલ કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે રોમમાં શુક્રને સુંદરતાની દેવી માનવામાં આવે છે અને જે મહિલાઓને આ ડિમ્પલ હોય છે તે સુંદર અને ભાગ્યશાળી માનવામાં આવે છે.

જો કે, ઘણા લોકો તેને સુંદરતા સાથે જોડે છે અને જે સ્ત્રીઓ પીઠ પર ડિમ્પલ હોય છે તે વધુ સુંદર માનવામાં આવે છે. આ અંગેનો દાવો ઘણા અહેવાલોમાં કરવામાં આવ્યો છે. તેને લકી ચાર્મ પણ માનવામાં આવે છે અને જો તમને પણ પીઠ પર ડિમ્પલનું નિશાન હોય તો તમે પણ ખુશનશીબ છો.
