પોલીસ વેરિફિકેશન બાદ પણ ઘરે નથી આવ્યો પાસપોર્ટ? સમય બગાડ્યા વગર તરત કરો આ કામ
પાસપોર્ટ બનાવવા માટે લોકોને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. પોલીસ વેરિફિકેશન પણ તેમાં એક જરૂરી પ્રોસેસ છે. હાલમાં પોલીસ વેરિફિકેશન સરળતાથી થઈ જાય છે પણ ઘણી વખત વેરિફિકેશન બાદ પણ પાસપોર્ટ ઘર સુધી પહોંચતો નથી. જો તમારી સાથે પણ એવુ થયુ છે તો તરત જ કરો આ કામ.

પાસપોર્ટ ભારતની નાગરિકતાનો એક મહત્વનો દસ્તાવેજ છે. દેશની બહાર વિદેશ જવા અને આવવા માટે પાસપોર્ટ જરૂરી છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ એક જરૂરી પુરાવા તરીકે પણ કરે છે. પાસપોર્ટ માટે એપ્લાય કરવાની પ્રક્રિયામાં પોલીસ વેરિફિકેશન એક મહત્વનું સ્ટેજ છે. પોલીસ વેરિફિકેશન થયા બાદ જ પાસપોર્ટ ના આવે તો તે ચિંતાની બાબત છે. ત્યારે આ આર્ટિકલમાં વાંચો કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? (File Image)

જ્યારે પોલીસ વેરિફિકેશન થઈ જાય છે તો લોકો એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરતા રહે છે. સામાન્ય રીતે પોલીસ વેરિફિકેશનના થોડા દિવસ બાદ જ પાસપોર્ટ ઈસ્યુ થાય છે, જો કે ઘણી વખત સ્થિતિ અલગ હોય છે અને લોકોનો પાસપોર્ટ અટકી જાય છે. સ્ટેટસ જોવા પર સતત એક જ સ્ટેટસ જોવા મળે છે. ત્યારે લોકોને એ જાણકારી મળી શકતી નથી કે તેમનો પાસપોર્ટ કેમ ઈસ્યુ થઈ રહ્યો નથી. (File Image)

જો પોલીસ વેરિફિકેશન પછી તમારો પાસપોર્ટ ઈસ્યુ થવામાં સમય લાગી રહ્યો છે તો વધારે રાહ ના જોવો. તેના માટે તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા રિજનલ પાસપોર્ટ ઓફિસમાં સંપોર્ક કરવો પડશે. અહીંથી તમને પાસપોર્ટ એપ્લિકેશનની સ્થિતિ જાણવા મળશે. પાસપોર્ટ ઓફિસમાંથી તમને જાણકારી મળશે કે તમારી એપ્લિકેશન કેમ અટકી ગઈ છે. (File Image)

પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા રિજનલ પાસપોર્ટ ઓફિસ જવા માટે તમારે ઓનલાઈન એપોઈમેન્ટ લેવી પડશે. જેમ તમે શરૂઆતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અપોઈમેન્ટ લીધી હતી, તે રીતે જ લેવામાં આવશે અને તમે તમામ દસ્તાવેજ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ચેક કરાવો છો તે રીતે જ, જો કે તેમાં એટલો જ ફેરફાર જોવા મળશે કે તમારે માત્ર પુછપરછ કરવાની અપોઈમેન્ટ લેવાની છે. તેને Enquiry Appointment કહેવામાં આવે છે. (File Image)

પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર Check Appointment Availability ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમે તમારા PSK/RPOમાં અપોઈમેન્ટની ઉપલબ્ધતા ચેક કરી શકો છો. તેનાથી તમને જાણવા મળશે કે કઈ તારીખમાં અપોઈમેન્ટ ખાલી છે. તેમાં એ ધ્યાન રાખો કે તમારે Enquiryની અપોઈમેન્ટ બુક કરવાની છે. પાસપોર્ટ સેવા પોર્ટલ પર આઈડી અને પાસવર્ડની સાથે લોગઈન કરીને આ અપોઈમેન્ટ બુક થઈ જશે. પાસપોર્ટ કાર્યાલયમાં જઈને તમે પોતાની એપ્લિકેશન વિશે પુછપરછ કરી શકો છો કે પોલીસ વેરિફિકેશન બાદ પણ ફાઈલ કેમ અટકી ગઈ છે. પાસપોર્ટ કર્મચારી તમને આ વાતની સમગ્ર જાણકારી આપશે અને તમારા પાસપોર્ટની કાર્યવાહીને આગળ વધારશે. જો બધુ જ યોગ્ય હશે તો ઝડપી જ તમને પાસપોર્ટ મળી જશે. (File Image)
