હવે WhatsApp પર મળશે DigiLocker સર્વિસ, ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

હવે યુઝર્સ પોતાના ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. આ માટે, તેમને ડેડિકેટેડ DigiLocker એપ્લિકેશન અથવા વેબસાઇટને ઍક્સેસ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સે આ માટે MyGov Helpdesk ચેટબોટની મદદ લેવી પડશે.

May 24, 2022 | 2:51 PM
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

May 24, 2022 | 2:51 PM

વોટ્સએપ (WhatsApp)યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે ડિજીલોકરને વોટ્સએપ પર પણ એક્સેસ કરી શકાશે. આ ફીચરની મદદથી યુઝર્સ ડિજીલોકર એકાઉન્ટ બનાવવા સિવાય PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો સીધા જ WhatsApp પર ડાઉનલોડ કરી શકે છે.

1 / 6
એટલે કે હવે યુઝર્સ પોતાના ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. આ માટે, તેમને ડેડિકેટેડ DigiLocker એપ્લિકેશન અથવા વેબસાઇટને ઍક્સેસ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સે આ માટે MyGov Helpdesk ચેટબોટની મદદ લેવી પડશે.

2 / 6
MyGov Helpdesk અને વોટ્સએપએ મળીને ડિજીલોકરની આ સેવા યુઝર્સને રજૂ કરી છે. WhatsApp પર DigiLocker સેવાને ઍક્સેસ કરવા માટે, તમારે પહેલા +91-9013151515 નંબરને સેવ કરવો પડશે.

3 / 6
આ પછી તમારે આ નંબર પર DigiLocker લખીને WhatsApp કરવું પડશે. જેમાં પુછવામાં આવશે કે તમારી પાસે DigiLocker એકાઉન્ટ છે જેમાં હા અથવા ના તથા મેઈન મેનુંનો વિકલ્પ આવશે. યુઝર્સ તેના પર નવું એકાઉન્ટ પણ બનાવી શકે છે. જો તમારી પાસે પહેલેથી જ DigiLocker એકાઉન્ટ છે તો તમે તેને આધાર નંબર દ્વારા એક્સેસ કરી શકો છો.

4 / 6
તમારા રજિસ્ટર્ડ આધાર નંબર પર OTP આવશે, જેના દ્વારા તમે એકાઉન્ટ વેરીફાઈ કરી શકો છો. DigiLockerની આ સેવા સાથે, તમે ફોન પર PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ જેવા દસ્તાવેજો પણ ડાઉનલોડ કરી શકો છો.

5 / 6
આપને જણાવી દઈએ કે MyGov Helpdesk સેવા વર્ષ 2020 માં શરૂ કરવામાં આવી હતી. આના દ્વારા, COVID-19 વેક્સિન સર્ટીફિકેટ પણ ડાઉનલોડ કરી શકાય છે. હવે તમને આના પર ડિજીલોકરની સેવા પણ મળશે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati