દિવાળીના તહેવારમાં દીવડાઓની સાથે ડિઝાઈનર કેન્ડલની વધતી માંગ, અવનવી થીમ બેઝ કેન્ડલ બની લોકપ્રિય, જુઓ તસ્વીરો
દિવાળીમાં દીવડાઓ, ડિઝાઈનર દીવડાઓ, રોશનીની સાથે અવનવી ઓર્નામેન્ટલ અને ડિઝાઈનર કેન્ડલનું પણ આ આગવું બજાર છે, શહેરમાં અનેક લોકો કેન્ડલના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આ વખતે કાજુ કતરી, ઘૂઘરા વગેરેના દેખાવ અને આકારની કેન્ડલોએ ધૂમ મચાવી છે.


કેન્ડલના ભાવ તેની સાઈઝ, ડિઝાઈન, તેમાં વપરાતા વેક્સ, પરફ્યુમ વગેરેને ધ્યાનમાં રાખીને તેના ભાવ અલગ અલગ હોય છે. કેન્ડલ બનાવવા માટે બે અલગ અલગ પ્રકારના વેક્સ વપરાય છે એક તો સાદુ વેક્સ અને સોયા વેક્સ. ડિઝાઈનર કેન્ડલ બનાવવા માટે સિરામિક બાઉલ, કાચના ગ્લાસ, કાચના બાઉલ, બોટલ્સ, માટીના કોડિયા, સ્ટીલના બાઉલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

કેન્ડલ બિઝનેસ શરુ કરીને મહિલા સાહસીક બનેલ નેહા ભટ્ટ જણાવે છે કે દિવાળીમાં બદલાતા જતા ટ્રેન્ડ અને સમયની સાથે ડિઝાઈનર કેન્ડલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો પોતાના ઘરના ડેકોરેશનને ધ્યાનમાં રાખીને કેન્ડલ ખરીદે છે. આ કેન્ડલ રૂપિયા 100થી લઈને 2000 સુધીના ભાવે માર્કેટમાં મળી રહે છે.

મોતીચુર લડ્ડુ કેન્ડલ: તમારી સામે મોતીચૂર લડ્ડુકેન્ડલ મૂકવામાં આવે તો તમને ખબર નહીં પડે ત્યાં કેન્ડલ છે કે સાચા લાડુ છે. આ કેન્દ્ર બનાવવા માટે વેક્સની અંદર કેસરી કલર અને ઉપર લગાડવા માટે વરખનો યુઝ કરવામાં આવે છે. આ કેન્ડલ બજારમાં આશરે 60 રૂપિયામાં મળી રહે છે.

કાજુકતરી કેન્ડલ: દિવાળીમાં લોકોની સૌથી મનપસંદ મીઠાઈ કાજુકતરી છે. માર્કેટમાં કાજુકતરીના આકાર અને સાઈઝની કેન્ડલ હવે સરળતાથી મળી રહે છે. જે આશરે 50 રૂપિયામાં પર પીસ મળી રહે છે.

ગુજીયા કેન્ડલ: ઉત્તર પ્રદેશની ખૂબ જ ફેમસ સ્વીટ છે. અહીં પણ સોયા વેક્સની અંદર બ્રાઉન કલર એડ કરીને ગુજીયા કેન્ડલ બનાવવામાં આવે છે. એક ગુજીયા કેન્ડલનો ભાવ આશરે 80 રૂપિયા હોય છે.

રસમલાઈ કેન્ડલ: બંગાળી સ્વીટ રસ મલાઈ હવે કેન્ડલના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. જેમાં સોયા વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. સોયા વેક્સની અંદર કલર એડ કરીને રસ મલાઈના બોર્ડમાં ઢાળવામાં આવે છે આ રીતે બનતી રસ મલાઈ કેન્ડલ બજારમાં આશરે 200 રૂપિયામાં એક પીસ મળી રહે છે.

ચંદ્રકલા કેન્ડલ: ગુજીયાને મળતી આવતી સ્વીટ ચંદ્રકલા છે. ચંદ્ર કલા પણ એક બંગાળી સ્વીટ છે. ચંદ્રકલા બનાવવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાંડ કોકોનેટ વગેરે સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જ્યારે અહીં ચંદ્રકલા સોયા વેક્સમાંથી બનાવવામાં આવી છે. જો ચંદ્રકલાની કેન્ડલને સ્વીટની વચ્ચે મૂકવામાં આવે તો તમે પારખી નહીં શકો કે આ સ્વીટ છે કે કેન્ડલ છે. ચંદ્રકલા કેન્ડલ આશરે 80થી 100 રૂપિયાની આસપાસ મળી રહે છે.
Latest News Updates

































































