દાદીમાની વાતો: નવી કાર પર દીકરી કે પત્નીના પગલાની છાપ પાડવી શુભ છે કે અશુભ? જાણો ધાર્મિક મહત્ત્વ
દાદીમાની વાતો: જ્યારે આપણે કોઈ નવી અને મોંઘી વસ્તુ ખરીદીએ છીએ - પછી ભલે તે કાર હોય, બાઇક હોય, ફ્રિજ હોય, AC હોય કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય - ત્યારે આપણી ખુશીની કોઈ સીમા હોતી નથી. આ ખુશી લાંબા સમય સુધી ટકી રહે અને વસ્તુને શુભ અને સુરક્ષિત રાખવા માટે લોકો પરંપરાગત પદ્ધતિઓ અપનાવે છે.

દાદીમાની વાતો: જ્યારે આપણે કોઈ નવી અને મોંઘી વસ્તુ ખરીદીએ છીએ - પછી ભલે તે કાર હોય, બાઇક હોય, ફ્રિજ હોય, AC હોય કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય - ત્યારે આપણી ખુશીની કોઈ સીમા હોતી નથી. આ ખુશી લાંબા સમય સુધી ટકી રહે અને વસ્તુને શુભ અને સુરક્ષિત રાખવા માટે લોકો પરંપરાગત પદ્ધતિઓ અપનાવે છે.

જ્યારે ઘરમાં કોઈ નવી કાર લીધી હોય કે સેકન્ડ હેન્ડ કાર લીધી હોય ત્યારે બધાની ખુશીનો પાર ન હોય. ઘરના લોકો એવું કહે છે કે નવી કાર આવી છે તો ઘરની લક્ષ્મીના પગલાં તેના પર પાડવા જોઈએ. આ એક રિવાજ બની ગયો છે. એક બીજાની દેખાદેખીમાં આ ટ્રેન્ડ શરુ થઈ ગયો છે. હકીકતમાં જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો તે અશુભ ગણવામાં આવે છે.

જેમ સોના-ચાંદી, રુપિયા, મકાન વગેરે સંપતિ છે. તેવી જ રીતે કારને પણ એક સંપતિ જ માનવામાં આવે છે. સંપતિએ શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે. જેવી રીતે આપણે રુપિયા ઉપર પગ નથી મુકતા...કેમ કે તેને આપણે લક્ષ્મી માનીએ છીએ. તેવી જ રીતે કાર પણ લક્ષ્મી જ ગણવામાં આવે છે. તેના પર ક્યારેય પગના મુકવા જોઈએ.

શુક્ર ગ્રહનું ડાયરેક્ટ કનેક્શન આપણી કુંડળીના ચોથા હાઉસ સાથે હોય છે. ચોથા હાઉસ પરથી આપણે મકાન, કાર વગેરે જોતા હોય છીએ. લક્ઝરીસ વસ્તુઓ આપણે શુક્ર સાથે જોઈએ છીએ. વાહન સુખ પણ શુક્રની અંદર આવે છે. જો તમે કાર પર પગની છાપ લગાવો છો તો એ ખોટું છે. ક્યાંક ને ક્યાંક તમે તમારી કુંડળીના ચોથા હાઉસને ડિસ્ટર્બ કરી રહ્યા છો. તમે લક્ષ્મીજીનું અપમાન કરી રહ્યા છો. તો ક્યારેય આવું ના કરો કે કાર પર પગની છાપ લગાવો.

જો કાર માટે કોઈ શુભ વસ્તુ હોય તો તે છે કોઈ મંદિરે જાઓ અને પુજારી પાસે સારી રીતે તેની પૂજા કરાવો અને મીઠાઈ વહેંચો. આ બધા ટ્રેન્ડ ચાલુ થયા છે તેમાં આંધળુકિયા કરીને ના ફસાવ.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
આ પણ વાંચો: દાદીમાની વાતો : લગ્નમાં વરરાજાએ હંમેશા ઘોડી પર જ બેસવું જોઈએ, ઘોડા પર નહીં-જાણો લોજીક અને વૈજ્ઞાનિક કારણ
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
