Women’s World Cup 2025 : ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છતાં આ ખેલાડીને મેડલ ન મળ્યું જાણો કેમ ?
આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025નો ખિતાબ જીતવા પર ટીમ ઈન્ડિયાને કરોડો રુપિયાની પ્રાઈઝમની આપવામાં આવી હતી. આ સાથે ખેલાડીઓને વિનિંગ મેડલ પણ આપવામાં આવ્યા હતા પરંતુ ભારતની એક ખેલાડીને આ મેડલ મળ્યો નહી જાણો કેમ?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. તેમજ પહેલી વખત ચેમ્પિયન બની છે. આ યાદગાર જીત બાદ ભારતીય ટીમને ચમચમાતી ટ્રોફી આપવામાં આવી છે. તેમજ તમામ ખેલાડીઓને વિનિંગ મેડલ પણ મળ્યા છે પરંતુ આમાંથી એક ખેલાડીને મેડલ મળ્યું નથી.

આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025માં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ઓપનર પ્રતિકા રાવલ છે. તેમણે એક સદી અને અડધી સદી સાથે 308 રન બનાવ્યા અને ભારતની ફાઈનલ સુધી સફરમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તેને એવોર્ડ સેરમનીમાં વિનિંગ મેડલ આપવામાં આવ્યું ન હતુ.

આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025માં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ઓપનર પ્રતિકા રાવલ છે. તેમણે એક સદી અને અડધી સદી સાથે 308 રન બનાવ્યા અને ભારતની ફાઈનલ સુધી સફરમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તેને એવોર્ડ સેરમનીમાં વિનિંગ મેડલ આપવામાં આવ્યું ન હતુ.

પ્રતિકા રાવલ ભલે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ પરંતુ ફાઈનલમાં ટીમને સપોર્ટ કરવા માટે મેદાનમાં પણ પહોંચી હતી.

તેણે ટીમની સાથે જશ્ન પણ મનાવ્યો હતો. વ્હીલચેરમાંથી ઉભી થઈ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તે ગ્રુપ ફોટોનો પણ ભાગ બની હતી.

પ્રતિકા રાવલે ગત્ત એક વર્ષમાં ભારતીય મહિલા ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમની મહત્વની ખેલાડી છે. આ ટૂર્નામેન્ટમાં તેની રમત શાનદાર જોવા મળી હતી. પરંતુ કિસ્મત તેની સાથે ન હતી અને પહેલી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તેમ છતાં તે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની લિસ્ટમાં ચોથા સ્થાને છે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
